Afghanistan ના સમર્થનમાં આવ્યા ઈરાનના સુપ્રીમ લીડર, અમેરિકા પર કર્યો પ્રહાર

Ayatollah Ali Khamenei Supports Afghanistan: ઈરાનના સુપ્રીમ લીડરે કહ્યુ કે, અમે અફઘાનિસ્તાનના લોકોની સાથે છીએ. અફઘાનિસ્તાનની દુર્દશા માટે જવાબદાર માત્ર અમેરિકા છે. 
 

Afghanistan ના સમર્થનમાં આવ્યા ઈરાનના સુપ્રીમ લીડર, અમેરિકા પર કર્યો પ્રહાર

તેહરાનઃ ઈરાન  (Iran) ના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામનેઈ  (Ayatollah Ali Khamenei) એ કહ્યુ છે કે તેમનો દેશ અફઘાનિસ્તાનના (Afghanistan) લોકોનું સમર્થન કરશે, જ્યારે અફઘાન સરકારની સાથે તેના સંબંધ તેહરાન માટે કાબુલના પોતાના દ્રષ્ટિકોણ પર નિર્ભર કરશે. 

ખામનેઈએ અફઘાનિસ્તાનને આપ્યું સમર્થન
અયાતુલ્લા અલી ખામનેઈએ શનિવારે રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસી અને તેમના મંત્રીમંડળ સાથે એક બેઠકમાં કહ્યુ- આપણે અફઘાનિસ્તાનના લોકોનું સમર્થન કરીએ છીએ. સરકારો આવશે અને જશે, જે વધ્યુ છે તે અફઘાન રાષ્ટ્ર છે. અફઘાનિસ્તાન ઈરાનના ભાઈચારા વાળો દેશ છે. 

ઈરાનના સુપ્રીમ લીડરે અમેરિકા પર કર્યો હુમલો
ઈરાની નેતાએ કહ્યુ કે, રાષ્ટ્રપતિ જો બાઈડેનની વર્તમાન અમેરિકી સરકાર પાછલી ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર જેવી જ છે. બંનેમાં કોઈ ફેર નથી. બંનેનું વલણ એક જેવું છે. અમેરિકાની આલોચના કરતા ખામેનેઈએ કહ્યું કે, અફઘાનિસ્તાનની દુર્દશાનું જવાબદાર અમેરિકા છે. 

પરમાણુ સમજુતી પર કહી આ વાત
ઈરાનના પરમાણુ કાર્યક્રમ વિશે અયાતુલ્લા અલી ખામનેઈએ કહ્યુ કે, અમેરિકાએ 2015ની પરમુણી સમજુતીથી પાછળ હટતા ખુબ બેશરમ કામ કર્યું અને પછી એવી વાત કરી કે તે ઈરાન હતું જે પાછળ હટી ગયું. 

નવી ઈરાની સરકારની કુટનીતિ પર ખામનેઈએ કહ્યુ કે, પરમાણુ મુદ્દા પ્રભાવિત ન થવા જોઈએ અને પાડોશી દેશો અને અન્ય દેશોની સાથે ઈરાનના વિદેશ વ્યાપારને મજબૂત કરવો જોઈએ. 

મહત્વનું છે કે અફઘાનિસ્તાનના મોટાભાગ પર આતંકી સંગઠન તાલિબાનનો કબજો થઈ ચુક્યો છે. થોડા દિવસોમાં અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારની રચના પણ થઈ જશે. તો દેશની રાજધાની કાબુલની સુરક્ષાની જવાબદારી હક્કાની નેટવર્કને આપવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news