ઈઝરાયેલના PM નેતન્યાહૂના પુત્રએ હિન્દુઓની માંગી માફી, જાણો શું છે સમગ્ર મામલો

ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂના મોટા પુત્ર યૈર નેતન્યાહૂ (yair netanyahu) એ ભારતીયોની ભાવનાને ઠેસ પહોંચાડનારી ટ્વિટને લઈને હિન્દુઓની માફી માંગી છે. સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય એવા 29 વર્ષના યૈરે દેવી દુર્ગાની એક તસવીર શેર કરી હતી જેમના ચહેરા પર લાયટ બેન અરીનો ચહેરો લાગેલો હતો. પ્રધાનમંત્રી નેતન્યાહૂ વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસમાં અરી ફરિયાદી છે. 

ઈઝરાયેલના PM નેતન્યાહૂના પુત્રએ હિન્દુઓની માંગી માફી, જાણો શું છે સમગ્ર મામલો

યેરૂશેલમ: ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂના મોટા પુત્ર યૈર નેતન્યાહૂ (yair netanyahu) એ ભારતીયોની ભાવનાને ઠેસ પહોંચાડનારી ટ્વિટને લઈને હિન્દુઓની માફી માંગી છે. સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય એવા 29 વર્ષના યૈરે દેવી દુર્ગાની એક તસવીર શેર કરી હતી જેમના ચહેરા પર લાયટ બેન અરીનો ચહેરો લાગેલો હતો. પ્રધાનમંત્રી નેતન્યાહૂ વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસમાં અરી ફરિયાદી છે. 

યૈરે ટ્વિટ કરી કે, મે "એક વ્યંગાત્મક પેજથી 'મીમ' શેર કર્યું હતું. મને ખબર નહતી કે આ તસવીરને હિન્દુ આસ્થા સાથે કોઈ લેવાદેવા છે. મને જેવી મારા ભારતીય મિત્રો દ્વારા ખબર પડી તો મે ટ્વિટ હટાવી દીધી. હું આ બદલ માફી માંગુ છું."

— Yair Netanyahu 🇮🇱 (@YairNetanyahu) July 27, 2020

WIONની ખબર પર ટ્વિટ
ઝી ન્યૂઝની આંતરરાષ્ટ્રીય ચેનલ WIONની ખબર પર ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂના પુત્ર યૈર નેતન્યાહૂએ જવાબ આપતા ટ્વિટ કરી. યૈર નેતન્યાહૂએ કહ્યું કે 'આઈ લવ ઈન્ડિયા, જય હિન્દ.'

ટ્વિટર યૂઝર્સ આ ટ્વિર પર વહેંચાઈ ગયા. જ્યાં એકબાજુ બધા યૈર પર ગુસ્સે ભરાયેલા હતાં, આક્રોશિત થઈને ટ્વિટ પર આકરી ટીકા અને માફી માંગવાની વાત કરતા હતાં ત્યાં એવા પણ લોકો હતાં જેઓ એમ લખતા હતાં કે તેને શું ખબર હોય દેવી દુર્ગા વિશે, તેમને હિન્દુ ધર્મ વિશે વધુ ખબર નથી, આથી યૈરને માફ કરવો જોઈએ. 

— Yair Netanyahu 🇮🇱 (@YairNetanyahu) July 27, 2020

માફી માંગતી આ ટ્વિટ બાદ યૈરના ઈઝરાયેલીઓએ વખાણ પણ કર્યા અને કહ્યું કે તેમણે 'માફી માંગવાની હિંમત દેખાડી'ને સારું કામ કર્યું છે. બીજી બાજુ એવા પણ લોકો હતાં કે જેઓ તેમને બેજવાબદાર ગણીને આકરી ટીકા કરતા હતાં. 

અત્રે જણાવવાનું કે ઈઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહૂ વિરુદ્ધ લાંચ લેવાના, દગો કરવાના અને ફ્રોડ આચરવાના આરોપને લઈને યેરૂશેલમની કોર્ટમાં ટ્રાયલ શરૂ થઈ છે. જો કે નેતન્યાહૂનું કહેવું છે કે તેમના વિરુદ્ધ તમામ આરોપ ખોટા છે અને તેઓ એક વ્યાપક સ્તરે થઈ રચાયેલા ષડયંત્રનો ભોગ બન્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news