Jamal Khashoggi Murder: સાઉદી અરબ અને અમેરિકા વચ્ચે આ મુદ્દો બન્યો નાકનો સવાલ!, જાણો શું છે મામલો
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે તેમણે સાઉદી અરબના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે શુક્રવારે બેઠક કરી. જો બાઈડેને કહ્યું કે મે સ્પષ્ટપણે કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ હોવા નાતે માનવાધિકારના કોઈ મામલે ચૂપ રહેવું, જે હું છું કે જે અમે છીએ, તે ઓળખ સાથે મેળ ખાતું નથી. તેમણે વધુમાં કહ્યું કે હું અમારા મૂલ્યો માટે હંમેશા ઊભો રહીશ.
Trending Photos
Joe Biden On Jamal Khashoggi Assassination: પત્રકાર જમાલ ખશોગીની હત્યા અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને સાઉદી અરબના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન આમને સામને આવી ગયા છે. જો બાઈડેને કહ્યું કે અમે ચૂપ બેસનારાઓમાંથી નથી. હકીકતમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને સાઉદી અરબના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સામે વર્ષ 2018માં માર્યા ગયેલા સાઉદી અરબના પત્રકાર જમાલ ખશોગીનો મુદ્દો ઉઠાવ્યો. ત્યારબાદ આ વાતની ચર્ચા ચારે બાજુ થઈ રહી છે.
બાઈડેને ઉઠાવ્યો ખશોગીનો મુદ્દો
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે તેમણે સાઉદી અરબના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે શુક્રવારે બેઠક કરી. આ દરમિયાન તેમણે સાઉદી અરબના પત્રકાર જમાલ ખશોગીની હત્યાનો મુદ્દો પણ ઉઠાવ્યો. પત્રકાર જમાલ ખશોગીની હત્યા વર્ષ 2018માં થઈ હતી. જો બાઈડેને કહ્યું કે મે સ્પષ્ટપણે કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ હોવા નાતે માનવાધિકારના કોઈ મામલે ચૂપ રહેવું, જે હું છું કે જે અમે છીએ, તે ઓળખ સાથે મેળ ખાતું નથી. તેમણે વધુમાં કહ્યું કે હું અમારા મૂલ્યો માટે હંમેશા ઊભો રહીશ.
પત્રકાર જમાલ ખશોગીની થઈ હતી હત્યા
અમેરિકી ગુપ્તચર વિભાગનું માનવું છે કે ચાર વર્ષ પહેલા પત્રકાર જમાલ ખશોગીની થયલી હત્યામાં ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનો હાથ છે. આ હત્યાએ સાઉદી અરબની સાથે સંબંધો સુધારવામાં જો બાઈડેનની કોશિશોમાં વિધ્ન નાખ્યું છે. ઉલ્લેખનીય છે કે જમાલ ખશોગીની 2018માં સાઉદી એજન્ટોએ હત્યા કરી હતી. આ મુદ્દે જો બાઈડેને દલીલ કરી કે તેમણે મર્ડરમાં સામેલ સાઉદી અરબના આરોપીઓ વિરુદ્ધ પ્રતિબંધ લગાવ્યા અને વિદેશોમાં અસહમતિ રાખનારા લોકોને પરેશાન કરનારા કોઈ પણ વ્યક્તિ માટે વિઝા પ્રતિબંધ લગાવ્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે