ISIની મદદથી લશ્કરે નેપાળમાં બનાવ્યો બેઝ, NGO બનાવી આતંકવાદીઓની ભર્તી
ભારતને અશાંત કરવા માટે આતંકવાદી સંગઠન લશ્કર એ તૈયબાએ નેપાળને પોતાના નવા સ્થળ બનાવી લીધા છે
Trending Photos
નવી દિલ્હી : ભારતને અશાંત કરવા માટે આતંકવાદી સંગઠન લશ્કર એ તૈયબાએ નેપાળને પોતાના નવા સ્થળ બનાવી લીધા છે. ગુપ્તચર એજન્સીઓ અનુસાર લશ્કર એ તોયબાએ નેપાળમાં પોતાનો બેઝ બનાવી લીધો છે. સુત્રોનું કહેવું છે કે આ કામમાં પાકિસ્તાન હાઇકમીશન લશ્કરની મદદ કરી રહ્યું છે. પાકિસ્તાન ગુપ્તચર એજન્સી આઇએસઆઇ આતંકવાદીઓની બહાલીમાં પણ મદદ કરી રહ્યા છે. સુત્રોનું કહેવું છે કે આઇએસઆઇએ એનજીઓ બનાવ્યું છે, જેની મદદથી લશ્કર સહિત અન્ય આતંકવાદી સંગઠનો માટે આતંકવાદી બનાવવા માટે યુવાનોનુ સિલેક્શન કરવામાં આવે છે.
ગુપ્ત રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, નેપાળના મોરંગ જિલ્લાના વિરાટ નગરમાં ISIની મદદથી લશ્કરનો મોટો બેઝ કેમ્પ તૈયાર કરી દીધો છે. જણાવવામાં આવી રહ્યું છે કે અહીં લશ્કર નેપાળી લોકોને પણ ભટકાવી રહ્યા છે અને આતંકવાદી બનાવી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, ભારતમાં ઘટનાને અંજામ આપવા માટે આતંકવાદી બનાવાયેલા નેપાળી લોકોની મદદ લેવામાં આવી શકે છે.
એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, લશ્કર એ તોયબાએ ભારતના હરિયાણાના કેટલાક હિસ્સાઓમાં યુવાનોને ભડકાવવા માટે પૈસા ખર્ચ કર્યા છે. હરિયાણામાં કેટલાક હિસ્સાઓમાં યુવાનો ભડકાવવા માટે પૈસા ખર્ચ કર્યા છે. હરિયાણામાં લશ્કરે મોટુ ફંડીગ કર્યું છે. જો કે દિલ્હી લઘુમતી પંચ (DMC)ની એક સંશોધન કમિટીએ કહ્યું કે, હરિયાણામાં ટેટર ફંડિંગના ઘણા પુરાવા મળી આવ્યા છે. સમાચાર આવ્યા હતા કે આતંકવાદી સંગઠનના નાણાનો ઉપયોગ હરિયાણાના પલવલમાં મસ્જિદ બનાવવા માટે કરવામાં આવ્યું. પંચે બુધવારે આ અંગે પોતાનો એક રિપોર્ટ ઇશ્યુ કર્યો હતો.
માનવાધિકાર કાર્યકર્તા અને પંચના સલાહકાર ઓવૈસી સુલ્તાન નીત ચાર સભ્યોની સમિતીની રચના મીડિયામાં આવેલા તે સમાચારો પર નજર કરવા માટે જણાવવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ના અનામ સુત્રોનાં હવાલાથી દાવો કર્યો કે પાકિસ્તાન આધારિત આતંકવાદી હાફઇઝ સઇદના ફલાહ એ ઇન્સાનિયત ફાઉન્ડેશન સાથે આવેલા નાણાનો ઉપયોગ મસ્જિદના નિર્માણમાં કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે