PM મોદીના ટ્વીટ પર આવ્યો પાક પીએમનો જવાબ, બે દિવસ બાદ કહ્યું- ઇંશાઅલ્લાહ
પાકિસ્તાનમાં આવેલા ભીષણ પૂરને કારણે અત્યાર સુધી 1100 જેટલા લોકોના મોત થયા છે. પૂરને કારણે ખેતરમાં ઉભેલા પાકમાં ખુબ નુકસાન થયું છે. તો આ પ્રાકૃતિક પ્રકોપથી જે બચી ગયા છે તે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે.
Trending Photos
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં આવેલા ભીષણ પૂરથી તબાહી જોવા મળી રહી છે. લાખો લોકો પૂરને કારણે પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થળો પર પહોંચી ગયા છે. પાકિસ્તાનના લાખો લોકો પૂરની ઝપેટમાં આવી ગયા છે. આ વચ્ચે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તર પર મદદ અને સંવેદનાઓનો દૌર શરૂ થઈ ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પાકિસ્તાનમાં આવેલા પૂર પર દુખ વ્યક્ત કરતા પીડિતો, ઘાયલો અને આ પ્રાકૃતિક આપદાથી પ્રભાવિત બધા લોકોના પરિવારો પ્રત્યે હાર્દિક સંવેદના વ્યક્ત કરી હતી. હવે પીએમ મોદીના આ ટ્વીટ પર પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે આભાર વ્યક્ત કર્યો છે.
પીએમ મોદીએ કર્યું હતું ટ્વીટ
પીએમ મોદીએ પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે પાકિસ્તાનમાં આવેલા પૂરથી થયેલી તહાબી જોઈને દુખ થયું. અમે પીડિતો, ઘાયલો અને આ પ્રાકૃતિક આપદાથી પ્રભાવિત બધા લોકોના પરિવારો પ્રત્યે પોતાની હાર્દિક સંવેદના વ્યક્ત કરીએ છીએ અને જલદી સામાન્ય સ્થિતિ યથાવત થવાની આશા વ્યક્ત કરીએ છીએ.
I thank 🇮🇳 PM Narendra Modi @narendramodi for condolences over the human & material losses caused by floods. With their characteristic resilience the people of 🇵🇰 shall, InshaAllah, overcome the adverse effects of this natural calamity & rebuild their lives and communities.
— Shehbaz Sharif (@CMShehbaz) August 31, 2022
પાક પીએમ શરીફે માન્યો આભાર
પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે આભાર વ્યક્ત કરતા કહ્યું કે હું ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પૂરને કારણે થયેલા માનવીય અને ભૌતિક નુકસાન પર શોક વ્યક્ત કરવા માટે ધન્યવાદ આપુ છું. ઇંશાઅલ્લાહ, પોતાના વિશિષ્ટ ગુણોની સાથે પાકિસ્તાનના લોકો આ પ્રાકૃતિક આપદાના પ્રતિકૂળ પ્રભાવોને દૂર કરશે અને પોતાના જીવન અને સમુદાયોનું પુનનિર્માણ કરશે.
પાકિસ્તાનમાં પૂર બાદ બીમારીનો ખતરો
પાકિસ્તાનમાં ચોમાસુ વરસાદે દેશમાં ભીષણ તબાહી મચાવી છે. જેમાં અત્યાર સુધી 1100 જેટલા લોકોના મોત થયા છે. પૂરને કારણે ખેતરમાં ઉભેલો પાક પણ ધોવાયો છે. તો જે લોકો બચી ગયા છે તે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે સ્થિતિ ગંભીર છે, સિંધ, બલૂચિસ્તાન, દક્ષિણી પંજાબ અને ખૈબર પખતૂનખ્વાના પૂર પ્રભાવિત વિસ્તારમાં લોકો અનેક બીમારીનો સામનો કરી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે