POK ના લોકો ભારત સાથે ભળવા માટે આતુર!, રસ્તાઓ પર ઉતરી કરી રહ્યા છે PAK વિરુદ્ધ પ્રદર્શન
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ના સૌથી ઉત્તરી વિસ્તાર ગિલગિટ બાલ્ટિસ્તાનના લોકો છેલ્લા કેટલાક દિવસથી પાકિસ્તાનની વિરુદ્ધ પ્રદર્શન કરતા ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ લદાખ સાથે ભળી જવાની માંગણી કરી રહ્યા છે. મોંઘવારી, બેરોજગારીથી પરેશાન આ વિસ્તારના લોકો પાકિસ્તાન સરકારની ભેદભાવપૂર્ણ નીતિઓથી તંગ આવી ગયા છે અને હવે ભારત સાથે આવવા માટે પ્રદર્શન કરી રહ્યા છે.
Trending Photos
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ના સૌથી ઉત્તરી વિસ્તાર ગિલગિટ બાલ્ટિસ્તાનના લોકો છેલ્લા કેટલાક દિવસથી પાકિસ્તાનની વિરુદ્ધ પ્રદર્શન કરતા ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ લદાખ સાથે ભળી જવાની માંગણી કરી રહ્યા છે. મોંઘવારી, બેરોજગારીથી પરેશાન આ વિસ્તારના લોકો પાકિસ્તાન સરકારની ભેદભાવપૂર્ણ નીતિઓથી તંગ આવી ગયા છે અને હવે ભારત સાથે આવવા માટે પ્રદર્શન કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે દાયકાઓ સુધી પાકિસ્તાનની સરકારોએ તેમની સાથે ભેદભાવ કર્યો અને તેમના ક્ષેત્રનું શોષણ કર્યું.
સોશિયલ મીડિયા પર પ્રદર્શન સંલગ્ન અનેક વીડિયો સામે આવી રહ્યા છે. જેમાં જોવા મળી રહ્યું છે કે ગિલગિટ-બાલ્ટિસ્તાનના લોકો ભારે સંખ્યામાં રસ્તાઓ પર ઉતરીને પ્રદર્શન કરી રહ્યા છે. લોકો માંગણી કરી રહ્યા છે કે લદાખના કારગિલ જિલ્લામાં સકરદૂ કારગિલ રોડને ફરીથી ખોલવામાં આવે. તેમની માંગણી છે કે લદાખમાં તેમના જે બાલ્ટિસ્તાનના લોકો રહે છે તેમની સાથે તેમને રહેવા દેવામાં આવે.
છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહેલા આ વિરોધ પ્રદર્શનમાં લોકો માંગણી કરી રહ્યા છે કે પાકિસ્તાની સરકારે જે તેમની જમીન પર ગેરકાયદેસર કબજો જમાવી રાખ્યો છે તેને ખતમ કરવામાં આવે. તેમના ક્ષેત્રમાં પ્રાકૃતિક સંસાધનોના દોહનને રોકવામાં આવે. તેમની એક માંગણી એ પણ હતી કે મોંઘવારીના કારણે તેઓ ઘઉ સહિત તમામ જરૂરી સામાનની ખરીદી કરી શકતા નથી આથી તેમને સરકાર સબસિડી આપે.
Ppl in #GilgitBaltistan chant slogans for REUNIFICATION with #Ladakh & demand opening of #Kargil - #Skardu road. Ppl always resisted #Pakistani moves to make #POJK a province of #Pakistan, but #India has always accommodated Pakistan on #JammuAndKashmir ignoring public sentiments. pic.twitter.com/a5x66Qf1nx
— Prof. Sajjad Raja (@NEP_JKGBL) January 7, 2023
પાકિસ્તાનની સેનાએ જબરદસ્તીથી કર્યો છે કબજો
પાકિસ્તાની સેના ગિલગિટ બાલ્ટિસ્તાનના ગરીબ વિસ્તારોમાં જમીન અને સંસાધનો પર જબરદસ્તીથી દાવો કરતી રહી છે. ગિલગિટ બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાની સરકાર અને લોકો વચ્ચે જમીનનો મુદ્દો દાયકાઓથી બનેલો છે. પરંતુ 2015થી વિવાદ વધ્યો છે. સ્થાનિક લોકો તર્ક આપે છે કે આ વિસ્તાર પીઓકેમાં છે આથી જમીન તેમની છે. જ્યારે પ્રશાસનનું કહેવું છે કે જે જમીન કોઈને અપાઈ નથી તે પાકિસ્તાન સરકારની છે.
આ પ્રદર્શનની શરૂઆત વર્ષ 2022ના અંતમાં થઈ અને નવા વર્ષમાં પણ આ પ્રદર્શન જમીન પડાવવા, ભારે ટેક્સ વસૂલવા મુદ્દે પાકિસ્તાની સરકાર અને સેના વિરુદ્ધ ચાલુ છે.
પ્રદર્શનનું ચીન કનેક્શન
પાકિસ્તાન ગુપચુપ રીતે આ વિસ્તારની હુંજા ઘાટીને જલદી ચીનને પટ્ટા પર આપવાનું છે. જેના દ્વારા પાકિસ્તાન ચીન-પાકિસ્તાન ઈકોનોમીક કોરિડોર પ્રોજેક્ટમાં ચીની રોકાણ વધારીને પોતાના ચીની દેવાને ઓછું કરવા માંગે છે. આ વિસ્તાર ખનીજના મામલે ખુબ જ ફળદ્રુપ છે અને ચીન ત્યાં ખનન પ્રોજેક્ટ શરૂ કરી શકે છે. આ વાતથી પણ લોકો ખુબ જ ગુસ્સામાં છે.
As of Jan 6, protests continue to rage in Gilgit-Baltistan, a region administered by Pakistan in the disputed Kashmir region. Citizens protest a surge in electricity prices, tax hikes, land grabs, & wheat shortages for the 9TH consecutive day. Take a look:pic.twitter.com/sTODO987bH
— Steve Hanke (@steve_hanke) January 6, 2023
પાકિસ્તાનમાં સંકટ
પાકિસ્તાનની વસ્તી હાલ બે ટાઈમ રોટી દાળ માટે પણ વલખા મારી રહી છે. દેશમાં ઘઉ, દાળ, ખાંડ વગેરે સામગ્રીની ભારે તંગી છે. જેના કારણે ભાવ આકાશને આંબી રહ્યા છે. આ ઉપરાંત પાકિસ્તાનની સરકારો આ વિસ્તાર સાથે ભેદભાવપૂર્ણ વર્તન રાખતી આવી છે. આલોચકોનું કહેવું છે કે આ વિસ્તારમાં ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ સત્તામાં છે આથી શાહબાજ સરકાર જાણી જોઈે સામાનની આપૂર્તિ થવા દેતી નથી.
લોકોની સ્થિતિ એવી દયનીય થઈ ગઈ છે કે 1947માં તેમણે જે પાકિસ્તાન સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો હવે તેને છોડીને ભારત આવવા માંગે છે. ગિલગિટ બાલ્ટિસ્તાનમાં લોકો એટલા આક્રોશમાં છે કે ભારે સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉતરી પડ્યા છે. માંગણી કરે છે કે કાશ્મીર ઘાટી તરફ જતા કારગિલના એક રસ્તાને વેપાર માટે ખોલી નાખવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે