VIDEO : ઈમરાન ખાનના મંત્રીનું ભડકાઉ નિવેદન- 'ઓક્ટોબર-નવેમ્બરમાં ભારત-પાક વચ્ચે લડાશે યુદ્ધ'

મીડિયા સાથેની વાતચીતમાં શેખ રાશિદે જણાવ્યું કે, 'ઓક્ટોબરના અંતમાં કે નવેમ્બર-ડિસેમ્બરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ખેલાશે. તેના માટે પ્રજાને તૈયાર કરવા માટે નિકળ્યો છું.'
 

VIDEO : ઈમરાન ખાનના મંત્રીનું ભડકાઉ નિવેદન- 'ઓક્ટોબર-નવેમ્બરમાં ભારત-પાક વચ્ચે લડાશે યુદ્ધ'

નવી દિલ્હી/ઈસ્લામાબાદઃ કાશ્મીરમાંથી કલમ-370 દૂર કરાયા પછી પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અને તેના મંત્રીમંડળના નેતાઓ ઉષ્કેરણીજનક નિવેદનો આપતા રહ્યા છે. હવે, પાકિસ્તાનના રેલવેમંત્રી શેખ રાશિદે ધમકી આપતા કહ્યું છે કે, 'ઓક્ટોબરના અંત કે નવેમ્બર-ડિસેમ્બરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ખેલાશી.' રાવલપિંડીમાં મીડિયા સાથેની વાતચીતમાં આ જણાવ્યું છે. 

મીડિયા સાથેની વાતચીતમાં શેખ રાશિદે જણાવ્યું કે, 'ઓક્ટોબરના અંતમાં કે નવેમ્બર-ડિસેમ્બરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ખેલાશે. તેના માટે પ્રજાને તૈયાર કરવા માટે નિકળ્યો છું. એ જરૂરી નથી કે યુદ્ધ થાય, પરંતુ જે મોદીને સમજવામાં મોટા નેતાઓએ ભુલ કરી છે તે મેં કરી નથી.'

— Ghulam Abbas Shah (@ghulamabbasshah) August 28, 2019

તેમણે વધુમાં જણાવ્યું કે, "મુળ મુદ્દો 24-25 કરોડ મુસલમાન પાકિસ્તાન સામે જૂઓ છે. આજે આપણે તમામ આંતરિક મદભેદ ભુલાવી કાશ્મીરના અવાજ સાથે અવાજ મિલાવવાનો છે. તેમના ખભા સાથે ખભા મિલાવીને ઊભા રહેવાનું છે, નહીંતર ઈતિહાસ આપણને ક્યારેય માફ નહીં કરે."

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news