હુમલાથી ભયભીત પાકે. પ્રજા અને સેનાને કોઈ પણ સ્થિતિ માટે તૈયાર રહેવા જણાવ્યું
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ દાવો કર્યો કે પાકિસ્તાનની વાયુસેનાએ ભારતીય વાયુસેનાના હુમલાને નિષ્ફળ બનાવ્યો છે, જ્યારે ભારતનો દાવો છે કે, આ ઓપરેશનમાં મોટી સંખ્યામાં જૈશના આતંકવાદી, કમાન્ડર, તાલીમાર્થી અને ફિદાયિન હુમલાની ટ્રેનિંગ લઈ રહેલા જેહાદીઓનો સફાયો થયો છે
Trending Photos
ઈસ્લામાબાદઃ પુલવામા હુમલાનો બદલો લેતા ભારતીય વાયુદળે પાકિસ્તાનના બાલાકોટમાં આવેલા જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ ઉપર વહેલી પરોઢે હવાઈ હુમલો કરીને સફાયો કરી નાખ્યો હતો. ઊંઘતા ઝડપાયેલા પાકિસ્તાને ભારતની એ બિનસૈનિક કાર્યવાહીની જાહેરાત બાદ રાષ્ટ્રિય સુરક્ષા પરિષદની બેઠકમાં પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને બાલાકોટમાં આતંકી કેમ્પ પર થયેલા હુમલામાં નુકસાનના સમાચારને ફગાવી દીધા હતા. ઈમરાને જણાવ્યું કે, ભારતે બિનજરૂરી આક્રમક્તા દેખાડી છે, જેનો પાકિસ્તાન યોગ્ય સમયે અને યોગ્ય સ્થળે જવાબ આપશે.
ભારતના હુમલાથી ભયભીત પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને તાત્કાલિક ધોરણે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બોલાવી હતી. જેમાં પાકિસ્તાનની ત્રણેય સેનાના પ્રમુખ અને ગુપ્તચર વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. ઈમરાને આ બેઠકમાં સુરક્ષા દળો અને પાકિસ્તાનની પ્રજાને કોઈ પણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા આદેશ આપ્યો હતો.
સાથે જ ઈમરાને બુધવાર (27 ફેબ્રુઆરી)ના રોજ નેશનલ કમાન્ડ ઓથોરિટીની બેઠક બોલાવી છે. પાકિસ્તાનની નેશનલ કમાન્ડ ઓથોરિટી પાકિસ્તાનના ન્યુક્લિયર હથિયારોની દેખરેખ રાથે છે. તેની સાથે જ પાક. સરકારે બંને ગૃહના વિશષ સત્રને પણ બુધવારે બોલાવ્યું છે.
રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની વિશેષ બેઠકની માહિતી આપતા પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમુદ કુરેશીએ જણાવ્યું કે, જે સ્થળે ભારતે હુમલો કર્યો છે તેની તસવીર દુનિયા સામે છે. વિદેશી અનેપાકિસ્તાની મીડિયાને પણ એ સ્થળે લઈ જવાશે જ્યાં મોટા નુકસાનનો દાવો કરાયો છે. જેથી ભારતના પ્રોપેગેન્ડાને ઉઘાડું પાડી શકાય.
ઉલ્લેખનીય છે કે, વહેલી પરોઢે 3.30 કલાકે ભારતીય વાયુસેનાએ જેટ વિમાન મિરાજ 2000 દ્વારા સુનિયોજિત હુમલા અંતર્ગત એલઓસી પર પીઓકેમાં આવેલા બાલાકોટ, મુજફ્ફરાબાદ અને ચકોટીમાં આવેલા આતંકવાદી ઠેકાણાને નિશાન બનાવ્યા, મિરાજની સાથે જ આ મિશનમાં સેનાના અન્ય જેટ વિમાનો પણ સામેલ હતા. ભારતીય વાયુસેનાએ 1000 કિલોના 6 બોમ્બ આ વિસ્તારોમાં ફેંક્યા હતા અને મોટી સંખ્યામાં આતંકવાદીઓ અને તેમના ઠેકાણાનો સફાયો કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે