PM મોદીની ગોટાબાયા રાજપક્ષે સાથે દ્વિપક્ષીય મંત્રણા, શ્રીલંકાએ ભારત માટે કરી મહત્વની જાહેરાત
શ્રીલંકા (Sri Lanka) ના નવા ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે (Gotabaya Rajapaksa) ની સાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વિપક્ષીય વાતચીત કરી. વડાપ્રધાન મોદીએ શ્રીલંકન રાષ્ટ્રપતિને જીતની શુભેચ્છાઓ પણ પાઠવી.
Trending Photos
નવી દિલ્હી: શ્રીલંકા (Sri Lanka) ના નવા ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે (Gotabaya Rajapaksa) ની સાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વિપક્ષીય વાતચીત કરી. વડાપ્રધાન મોદીએ શ્રીલંકન રાષ્ટ્રપતિને જીતની શુભેચ્છાઓ પણ પાઠવી. પીએમ મોદીએ કહ્યું કે અમારા માટે એ સન્માનની વાત છે કે રાજપક્ષે પહેલી વિદેશ યાત્રા અંતર્ગત ભારત આવ્યાં. જે ભારત અને શ્રીલંકાની મિત્રતા દર્શાવે છે. આ સાથે જ પીએમ મોદી (Narendra Modi) એ શ્રીલંકામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આર્થિક વિકાસ, સોલર ઉર્જાને પ્રોત્સાહન આપવા તથા આતંકવાદને પહોંચી વળવા માટે કુલ 550 મિલિયન ડોલરની મદદની પણ જાહેરાત કરી.
આ બાજુ શ્રીલંકાના રાષ્ટ્રપતિ તરફથી પણ મહત્વની જાહેરાત કરવામાં આવી. શ્રીલંકા ભારતીય માછીમારોની જપ્ત કરાયેલી બોટ મુક્ત છોડી મૂકશે. પીએમ મોદીએ કહ્યું કે બંને દેશ પોતાના સંબંધોને મહત્વ આપે છે. બંને દેશોની સુરક્ષા અને સમૃદ્ધિ માટે અમે બંને એક સાથે કામ કરીશું. ભારતની શુભેચ્છા અને સહયોગ હંમેશા શ્રીલંકાની સાથે છે. ભારત શ્રીલંકાનો સારો મિત્ર છે. મારી સરકારની એવી નીતિ છે કે પાડોશી પ્રથમ. અમે બંને દેશ એક બીજાની સુરક્ષા માટે સચેત છીએ. અમે નિર્ણય લીધો છે કે બંને દેશો વચ્ચે બહુમુખી ભાગીદારીને વધુ મજબુત કરીશું.
પીએમ મોદીએ કહ્યું કે ભારત શ્રીલંકાના વિકાસમાં ભાગીદારી માટે પ્રતિબદ્ધ છે. ભારત શ્રીલંકાને પોતાની અર્થવ્યવસ્થા મજબુત કરવા માટે 400 મિલિયન ડોલર આપશે. અમે સોલર ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે શ્રીલંકાને 100 મિલિયન ડોલર આપીશું. અમે બંને દેશો આતંકવાદ વિરુદ્ધ એકસાથે છીએ. આ વર્ષ ઈસ્ટર પર આતંકી હુમલો થયો. હું ચૂંટણી બાદ તરત શ્રીલંકા ગયો હતો. આતંકવાદ (terrorism) ને પહોંચી વળવા માટે અમે શ્રીલંકાને 50 મિલિયન ડોલર આપીશું.
આ VIDEO પણ ખાસ જુઓ...
આ અગાઉ શ્રીલંકન રાષ્ટ્રપતિનું શુક્રવારે રાષ્ટ્રપતિ ભવનમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ramnath Kovind) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના પહેલા ભારત પ્રવાસ પર તેમના સ્વાગત માટે હાજર હતાં. ભવ્ય સ્વાગત બાદ શ્રીલંકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે તેમના કાર્યકાળ દરમિયાન તેઓ ભારત સાથે સંબંધોને વધુ મજબુત બનાવવાનું સુનિશ્ચિત કરશે. રાજપક્ષે ગુરુવારે નવી દિલ્હી પહોંચ્યા હતાં. શુક્રવારે વિદેશ મંત્રી એસ.જયશંકરે પણ તેમની સાથે મુલાકાત કરી હતી.
પોતાના પહેલા વિદેશ પ્રવાસ હેઠળ નવી દિલ્હી પહોચતા પહેલા શ્રીલંકાના રાષ્ટ્રપતિએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, "હું મારા પહેલા રાજકીય પ્રવાસ હેઠળ ભારત જઈ રહ્યો છું અને શ્રી નરેન્દ્ર મોદી અને ભારત સરકાર સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબુત કરવા માટે ઉત્સુક છું."
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે