VIDEO: પહેલા એકબીજા સામે ઘૂરકિયા કરતા, અને હવે ટ્રમ્પ કિમને મળવા પહોંચી ગયા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાની જમીન પર પહેલીવાર પગ મૂક્યો. પૂર્વ દુશ્મન દેશની ધરતી પર પહોંચનારા તેઓ પહેલા વર્તમાન રાષ્ટ્રપતિ છે.

VIDEO: પહેલા એકબીજા સામે ઘૂરકિયા કરતા, અને હવે ટ્રમ્પ કિમને મળવા પહોંચી ગયા

પનમુનજોમ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાની જમીન પર પહેલીવાર પગ મૂક્યો. પૂર્વ દુશ્મન દેશની ધરતી પર પહોંચનારા તેઓ પહેલા વર્તમાન રાષ્ટ્રપતિ છે. આ ઐતિહાસિક ક્ષણમાં ટ્રમ્પે અસૈન્યકૃત ક્ષેત્રમાં ઉત્તર અને દક્ષિણ કોરિયાના ભગલા પાડનારી કોંક્રીટની સરહદને પાર કરીને ઉત્તર કોરિયાના વિસ્તારમાં પગ મૂક્યો. વ્હાઈટ હાઉસના જણાવ્યાં મુજબ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે કોરિયાઈ પ્રાયદ્વીપના ભાગલા પાડતા અસૈન્યકૃત વિસ્તાર પહોંચ્યા હતાં અહીં તેમણે ઉત્તર કોરિયાઈ નેતા કિમ જોંગ ઉન સાથે મુલાકાત કરી. 

ટ્રમ્પે શનિવારે આ અંગેની જાણકારી આપી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ અને કિમ કોરિયાઈ પ્રાયદ્વીપમાં પરમાણુ નિરસ્ત્રીકરણ મામલે બેવાર શિખર વાર્તા કરી ચૂક્યા છે. હનોઈમાં ફેબ્રુઆરીમાં થયેલી શિખર વાર્તા બાદ બંને પહેલીવાર મળ્યા હતાં. સૌપ્રથમવાર તેઓ ગત વર્ષે સિંગાપુરમાં મળ્યાં હતાં. 

— ANI (@ANI) June 30, 2019

ટ્રમ્પે કિમ સાથેની મીટિંગની વાતને સમર્થન આપ્યું
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરિયાઈ પ્રાયદ્વીપના ભાગલા પાડતા અસૈન્યકૃત ક્ષેત્રમાં રવિવારે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથે હાથ મિલવવાની મુલાકાતની વાતને સમર્થન આપ્યું. ટ્રમ્પે બંને નેતાઓ વચ્ચેના સંબંધોને બિરદાવતા કહ્યું કે અમે ડીએમઝેડ સરહદ પર જઈ રહ્યાં છીએ અને ત્યાં હું કિમ સાથે મુલાકાત કરીશ. હું તેને લઈને ઉત્સાહિત છું. અમે સારા સંબંધો વિક્સિત કર્યા છે. 

આ બાજુ કોરિયાઈ પ્રાયદ્વીપમાં તણાવને લઈને તેઓ કોઈ ઉતાવળમાં નથી. ટ્રમ્પે કહ્યું કે આ બેઠક એકદમ નાની હશે. હનોઈમાં ફેબ્રુઆરીમાં નિષ્ફળ ગયેલી શિખર વાર્તા તરફ ઈશારો કરતા તેમણે કહ્યું કે બસ હાથ મિલાવીને એકબીજાનું અભિવાદન કરીશું કારણ કે અમે વિયતનામ બાદ મળ્યાં નથી. ટ્રમ્પે કહ્યું કે આ ફક્ત એક પગલું છે અને કદાચ યોગ્ય દિશમાં ઉઠાવાયેલું પગલું છે. 

જુઓ LIVE TV

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જેઈ ઈન પણ ડીએમઝેડ જશે પરંતુ બધાનું ધ્યાન ટ્રમ્પ અને કિમની મુલાકાત પર રહેશે. મૂને કહ્યું કે મને લાગે છે કે અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે ત્રીજી શિખર વાર્તા આજની બેઠક અને વાતચીત પર નિર્ભર કરે છે. મૂને કહ્યું કે તણાવની જગ્યાએ શાંતિ બહાલ કરવા માટે વધુ હિંમતની જરૂર પડે છે. તેમણે કહ્યું કે સતત સંવાદ ખુબ વ્યવહારિક છે અને કોરિયાઈ પ્રાયદ્વીપ પર શાંતિ લાવવાનો એકમાત્ર રસ્તો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news