Britain ની સૌથી સુંદર રાજકુમારી Amelia Windsor વેચી રહી બ્રા-ઇનરવિયર, આ છે કારણ
Trending Photos
લંડન: બ્રિટનના શાહી પરિવારની 'સૌથી સુંદર' રાજકુમારી અમેલિયા વિંડસર (Amelia Windsor) હવે 24 વર્ષની થઇ ગઇ છે. તે મોટાભાગે પોતાની સુંદરતા અને ગ્લેમર્સ લાઇફસ્ટાઇલ માટે ચર્ચામાં રહે છે. જોકે આ વખતે તેમનું ચર્ચામાં રહેવાનું કારણ તાજેતરમાં કરવામાં આવેલી એક ઇંસ્ટાગ્રામ પોસ્ટ છે, જેમાં અમેલિયાએ પોતાના ઇનરવિયર અને બ્રાને સેલ કરવાની વાત કહી છે.
સેલ પર મુકી પોતાની બ્રા
જી હાં, અઢળક સંપત્તિની માલકિન અમેલિયા પોતાન વોર્ડરોબને ખાલી કરવા માટે જૂના કપડાં ઓનલાઇન વેચે છે. ઇંસ્ટાગ્રામ પોસ્ટના અનુસાર રાજકુમારી પોતાની બ્રા ઉપરાંત સ્પેગેટી અને અન્ય ડિઝાઇનર ઇનરવિયર્સ વેચે છે. આ ઉપરાંત પોતાની જૂની ફેમસ ડ્રેસીસસ્ને પણ સેલ કરે છે જોકે કોઇ કારણોસર ચર્ચામાં રહી. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે તેમની એક બ્રાલેટને સેલ પર લગાવવામાં આવી. આ બ્રાલેટને થોડા સમય પહેલાં અમેલિયાએ એક ફંકશન દરમિયાન પહેરી હતી.
મિનિટોમાં જ વેચાઇ જાય છે કપડાં
ધ સનના રિપોર્ટ અનુસાર તેમની આ પ્રકારના ડ્રેસ હાથોહાથ વેચાય જાય છે અને તેને ખરીદવાને લઇને ઘણા લોકોમાં ખૂબ ઉત્સાહ પણ જોવા મળ્યો છે. કદાચ એટલા માટે તેમના કપડાં સેલમાં આવ્યાની થોડી મિનિટોમાં જ આઉટ ઓફ સ્ટોક થઇ રહ્યા છે. જે કપડાંને અમેલિયા લાખોમાં ડિઝાઇન કરી એકવાર પહેરે છે, તેને ઓનલાઇન મામૂલી કિંમતમાં સેલ કરી દે છે. અમેલિયા મોડલિંગ કરે છે.
આમ કેમ કરે છે રાજકુમારી?
અમેલિયાએ તેનો ખુલાસો કરતાં કહ્યું કે તેમના કપડાં ડિઝાઇનર હોય છે. પરંતુ રાજસી પરિવાર હોવાના લીધે તેમને પોતાના પબ્લિક અપીયરન્સનું ધ્યાન રાખવું પડે છે. ઘણીવાર કપડાં રિપોઈટ કરવથી લોકો તેમને ટ્રોલ કરવા લાગે છે, જે યોગ્ય નથી. તેથી તે પોતાના કપડાં ફરીથી રિપિટ કરતી નથી. તેના લીધે તેમની પાસે કપડાંનો ઢગલો થઇ ગયો છે. તેને સ્ટોક ક્લિયરન્સ કરવા માટે તે કપડાંને સેલ કરી રહી છે. તે એકદમ નજીવા ભાવે તેને વેચી રહી છે. સાથે જ તેમાંથી થયેલી કમાણીને અમેલિયા ડોનેટ કરી દે છે.
2017 માં મળ્યો હતો મોટો ખિતાબ
2017 માં અમેલિયાને રોયલ પરિવારની સુંદર સભ્યનું ટેગ મળ્યું. ત્યારબાદ અમેલિયાએ ઘણી જાણિતી મોડલિંગ એજન્સીઓ સાથે ટાઇઅપ કર્યું. રાજકુમારી ઇંસ્ટાગ્રામ પર પણ ખૂબ એકટિવ રહે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે