દુકાન લૂંટવા આવેલો બદમાશ વૃદ્ધા પાસેથી પૈસા લેવાની જગ્યાએ ચુંબન ચોડીને જતો રહ્યો, જુઓ VIDEO
બ્રાઝીલનો એક લૂંટનો અનોખો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. એક મેડિકલ સ્ટોરને લૂંટવા આવેલા કેટલાક લૂંટારુઓ સ્ટોરને તો લૂંટી લે છે પરંતુ ત્યાં ઊભેલી મહિલા જ્યારે ડરની મારી પૈસા આપવાની વાત કરે છે તો તે પૈસા પડાવવાની જગ્યાએ લૂંટારું તેમને માથે ચુંબન કરીને ત્યાંથી જતો રહે છે.
Trending Photos
બ્રાઝીલનો એક લૂંટનો અનોખો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. એક મેડિકલ સ્ટોરને લૂંટવા આવેલા કેટલાક લૂંટારુઓ સ્ટોરને તો લૂંટી લે છે પરંતુ ત્યાં ઊભેલી મહિલા જ્યારે ડરની મારી પૈસા આપવાની વાત કરે છે તો તે પૈસા પડાવવાની જગ્યાએ લૂંટારું તેમને માથે ચુંબન કરીને ત્યાંથી જતો રહે છે. મેડિકલ સ્ટોરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આ ઘટના કેદ થઈ છે. હેલમેટ પહેરેલા બે હથિયારધારી યુવકો સ્ટોરમાં ઘૂસે છે અને ત્યાંના લોકોને બધા પૈસા તેમને આપી દેવાનું કહે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક બદમાશ મહિલા સાથે વાત કરી રહ્યો છે અને બીજો દુકાનના ગલ્લામાંથી પૈસા કાઢી રહ્યો છે. દુકાનનો કરમચારી પોતાનો હાથ માથા પાછળ કરીને બેઠેલો જોવા મળે છે.
વીડિયોમાં એમ પણ જોવા મળી રહ્યું છે કે એક કમજોર દેખાતી મહિલા આ લૂટારું સાથે વાત કરી રહી છે અને તે બદમાશ મહિલા સાથે નમ્રતાપૂર્વક વાત કરીને તેમને માથે ચુંબન કરીને ત્યારબાદ પોતાના સાથી સાથે જતો રહે છે. આ ઘટના બ્રાઝીલના અમારાંતેની છે અને બંને લૂટારાઓ હજુ પણ પકડાયા નથી.
જુઓ LIVE TV
મીડિયા સાથે વાત કરતા મેડિકલ સ્ટોરના માલિકે સેમ્યુઅલ એલમીદાએ કહ્યું કે તે વૃદ્ધ ગ્રાહકે લૂટારું પાસે જઈને કહ્યું કે તેના પણ પૈસા લઈ લો પરંતુ લૂંટારાએ તેમને માથે ચુંબન કરીને કહ્યું કે નહીં મેમ તમે શાંત રહો. મારે તમારા પૈસા જોતા નથી. મીડિયા રિપોર્ટ મુજબ લૂટારુઓ ત્યાંથી લગભગ 240 ડોલર કેશ અને કેટલોક સામાન લઈને ભાગી ગયા હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે