Russia Ukraine War: આક્રમક થઈ રહ્યું છે રશિયા, પરમાણુ ટુકડીએ શરૂ કર્યો યુદ્ધાભ્યાસ
રશિયાના મીડિયા પ્રમાણે ન્યૂક્લિયર ટ્રાયડે તૈયારીઓ શરૂ કરી છે. રશિયાના રક્ષામંત્રીએ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને તેની જાણકારી પણ આપી છે.
Trending Photos
મોસ્કોઃ યુક્રેન વિરુદ્ધ જંગમાં રશિયા આક્રમક થઈ રહ્યું છે. તે પરમાણુ બોમ્બનો ઉપયોગ કરી શકે છે. રશિયાના ન્યૂક્લિયર ટુકડીએ અભ્યાસ શરૂ કરી દીધો છે. આ જાણકારી રશિયન મીડિયાના હવાલાથી સામે આવી છે. રશિયન મીડિયા પ્રમાણે ન્યૂક્લિયર ટ્રાયડે તૈયારીઓ શરૂ કરી છે. રશિયાના રક્ષામંત્રીએ રાષ્ટ્રપતિ પુતિનને તેની જાણકારી પણ આપી છે.
મહત્વનું છે કે રશિયા અને યુક્રેન વચ્ચે જંગનો આજે પાંચમો દિવસ છે. બંને દેશો વચ્ચે યુદ્ધ 24 ફેબ્રુઆરીએ શરૂ થયું હતું. પાંચ દિવસથી ચાલી રહેલા જંગ વચ્ચે આજે બેલારૂસ બોર્ડર પર રશિયા અને યુક્રેન વચ્ચે વાતચીત થઈ રહી છે. વાતચીત પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ રશિયા સામે માંગ કરી હતી કે તે સીઝફાયરની જાહેરાત કરે. આ પહેલા પુતિને રવિવારે Nuclear Deterrent Force ને એલર્ટ પર રહેવાનો આદેશ આપ્યો હતો.
#BREAKING | Russian nuclear triad takes up standby alert duty with reinforced staff, Shoigu tells Putinhttps://t.co/sFPMpCvBDj pic.twitter.com/8rQA1rA1kM
— Sputnik (@SputnikInt) February 28, 2022
મહત્વનું છે કે Nuclear Deterrent Force પરમાણુ હુમલાથી બચાવનારી ટુકડી છે. શીત યુદ્ધ દરમિયાન Nuclear Deterrence Theory સામે આવી હતી. શીત યુદ્ધના સમયે સોવિયત સંઘ અને અમેરિકા વચ્ચે જ્યારે તણાવ હતો ત્યારે અમેરિકાએ Nuclear Deterrence Strategy ને અપનાવી હતી.
આ પણ વાંચોઃ Russia Ukraine War: રશિયાના હુમલા બાદ સામે આવી યુક્રેનના રાષ્ટ્રપતિની પત્ની, લોકોને કહી આ વાત
તેનો અર્થ છે કે જો સોવિયત સંઘ કે કોઈ અન્ય દેશ અમેરિકા પર પરમાણુ હુમલો કરે છે તો તે મજબૂતીથી તેનો જવાબ આપવામાં આવશે. અમેરિકાની આ રણનીતિને હવે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અપનાવી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે