સાઉદી અરેબિયા કેમ તુર્કી પર અકળાયું? નાગરિકોને બહિષ્કારની અપીલ
મુસ્લિમ દેશોમાં બે મોટી તાકાત ગણાતા દેશો સાઉદી અરેબિયા (Saudi Arabia) અને તુ્કી (Trukey) હવે એક બીજાની સામે જોવા મળી રહ્યા છે. અત્યાર સુધી એવી અટકળો હતી કે બંને દેશો વચ્ચે સંબંધ સારા નથી અને બંને મધ્ય પૂર્વમાં પોતાનું એકચક્રી શાસન ઈચ્છે છે. પરંતુ હવે બંને દેશો તરફથી આવી રહેલા નિવેદનો તેના કૂટનીતિક સંબંધોને નવી દિશામાં લઈ જઈ શકે છે.
Trending Photos
નવી દિલ્હી: મુસ્લિમ દેશોમાં બે મોટી તાકાત ગણાતા દેશો સાઉદી અરેબિયા (Saudi Arabia) અને તુ્કી (Trukey) હવે એક બીજાની સામે જોવા મળી રહ્યા છે. અત્યાર સુધી એવી અટકળો હતી કે બંને દેશો વચ્ચે સંબંધ સારા નથી અને બંને મધ્ય પૂર્વમાં પોતાનું એકચક્રી શાસન ઈચ્છે છે. પરંતુ હવે બંને દેશો તરફથી આવી રહેલા નિવેદનો તેના કૂટનીતિક સંબંધોને નવી દિશામાં લઈ જઈ શકે છે.
તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અદોર્આનના એક નિવેદન બાદ સાઉદી અરેબિયાના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે તુર્કીનો દરેક રીતે બહિષ્કાર કરવાની અપીલ કરી છે.
કાઉન્સિલ ઓફ સાઉદી ચેમ્બર્સના ચેરમેન અઝલાન અલ અઝલાને ટ્વીટ કરી છે કે "દરેક સાઉદી નાગરિક પછી ભલે તે વેપારી હોય કે ગ્રાહક, તેની જવાબદારી છે કે તે તુર્કીનો દરેક રીતે બહિષ્કાર કરે. ભલે તે આયાતના સ્તરે હોય, રોકાણ કે પછી પર્યટનના સ્તર પર હોય. આ બધુ આપણા નેતા, આપણા દેશ અને આપણા નાગરિકો વિરુદ્ધ તુર્કી સરકારના સતત વિરોધના જવાબમાં છે."
المقاطعة لكل ماهو تركي، سواء على مستوى الاستيراد او الاستثمار او السياحة، هي مسؤولية كل سعودي "التاجر والمستهلك"، رداً على استمرار العداء من الحكومة التركية على قيادتنا وبلدنا ومواطنينا،
— عجلان العجلان (@ajlnalajlan) October 2, 2020
વાત જાણે એમ છે કે આ ટ્વીટને હાલમાં તુર્કીના રાષ્ટ્રપતિ અર્દોઆનના નિવેદનના જવાબ તરીકે જોવામાં આવી રહી છે. હાલમાં જ તુર્કીની જનરલ એસેમ્બલીમાં રાષ્ટ્રપતિ અર્દોઆને કહ્યું હતું કે ખાડીના કેટલાક દેશ તુર્કીને નિશાન બનાવી રહ્યા છે અને તે નીતિઓનું પાલન કરે છે જેનાથી અસ્થિરતા આવી શકે છે.
ત્યારબાદ તેમણે કટાક્ષના સૂરમાં કહ્યું હતું કે "એ ન ભૂલવું જોઈએ કે જે દેશ આજે સવાલના ઘેરામાં છે તે ગઈ કાલ સુધી અસ્તિત્વમાં જ નહતા, અને કદાચ તે કાલે અસ્તિત્વમાં પણ ન હોય. જો કે અલ્લાહની સહમતિથી અમે આ ક્ષેત્રમાં હંમેશા આપણો ઝંડો ફરકાવતા રહીશું." અર્દોઆનનું આ નિવેદન સીધી રીતે સાઉદી અરબ સાથે જોડવામાં આવી રહ્યું છે જે વર્ષ 1932માં અસ્તિત્વમાં આવ્યું હતું.
બહિષ્કારની થશે અસર?
સાઉદી અરબના નાગરિકોને બહિષ્કારની અપીલ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરફથી કરાઈ છે. તેની કેટલી વ્યાપક અસર થશે તે તો આવનારો સમય જ જણાવશે. જો થશે તો તુર્કી પર તેનો પ્રભાવ પડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે