હાથમાં લેપટોપ બાજુમાં AK-47, આ છે અફઘાનિસ્તાનની સેન્ટ્રલ બેન્કના ગવર્નર હાજી ઇદરિસ

ભારતની રિઝર્વ બેન્કની જેમ ડીએબી પણ અફઘાનિસ્તાનની કેન્દ્રીય બેન્ક છે અને બેન્કિંગ સેક્ટરની સાથે અર્થવ્યવસ્થા પણ તેની નીતિઓ પર નિર્ભર કરે છે. 

હાથમાં લેપટોપ બાજુમાં AK-47, આ છે અફઘાનિસ્તાનની સેન્ટ્રલ બેન્કના ગવર્નર હાજી ઇદરિસ

કાબુલઃ અફઘાનિસ્તાનની અંતરિમ સરકાર વિશે તો તમે જાણી લીધુ હશે. તે પણ જાણતા હશો કે પીએમ, ડેપ્યુટી પીએમથી હોમ મિનિસ્ટર સુધી કેબિનેટના ઓછામાં ઓછા 14 સભ્ય સંયુક્ત રાષ્ટ્રની કાળીયાદીમાં સામેલ આતંકવાદી છે. આ વચ્ચે અફઘાનિસ્તાનની કેન્દ્રીય બેન્ક 'ધ અફઘાનિસ્તાન બેન્ક' (DAB) ના બંદૂકધારી ચીફ હાજી ઇદરિસની તસવીર વાયરલ થઈ રહી છે. તેમાં તે ઓફિસમાં બેસી લેપટોપ ચલાવતો જોવા મળી રહ્યો છે તો ટેબલ પર Ak-47 રાખી છે. 

હાલમાં તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે ઇદરિસને જીએબીના ગવર્નર બનાવવાની જાહેરાત કરી હતી. ભારતની રિઝર્વ બેન્કની જેમ ડીએબી પણ અફઘાનિસ્તાનની કેન્દ્રીય બેન્ક છે અને બેન્કિંગ સેક્ટરની સાથે અર્થવ્યવસ્થા પણ તેની નીતિઓ પર નિર્ભર કરે છે. 

— Jameel Farooqui (@FarooquiJameel) September 9, 2021

ઝબીહુલ્લા મુજાહિદે એક ટ્વીટમાં કહ્યુ હતુ કે હાજી મોહમ્મદ ઇદરિસને 'સરકારી સંસ્થાઓ અને બેન્કિંગ મુદ્દાને વ્યવસ્થિત કરવા અને લોકોની સમસ્યાઓના સમાધાન માટે' ડીએબીના કાર્યવાહક પ્રમુખ બનાવવામાં આવ્યા છે. હાજી મોહમ્મદ ઇદરિસ અફઘાનિસ્તાનના જૌજાનના રહેવાસી છે અને તાલિબાનના આર્થિક આયોગના પ્રમુખ રહ્યા છે. 

તાલિબાનની સામે આર્થિક સંકટ
બંદૂકધારી અર્થશાસ્ત્રી અફઘાનિસ્તાનના બેન્કિંગ સેક્ટર અને ઇકોનોમીને કઈ રીતે સંભાળે છે તે આવનારો સમય જણાવશે. હાલ તાલિબાનની સામે મોટો આર્થિક પડકાર છે. ચીન અને પાકિસ્તાન જેવા કેટલાક દેશને છોડીને અન્ય દેશોએ અફઘાનિસ્તાનની આર્થિક મદદ બંધ કરી દીધી છે. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ બેન્કો બંધ છે અને લોકોને રોકડની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. જરૂરી વસ્તુોની અછતને કારણે મોંઘવારી કાબુ બહાર પહોંચી ગઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news