હવામાં લટકતો આ પુલ દુનિયાનો સૌથી લાંબો પુલ છે, ચાલતા ચાલતા જ પાર કરી શકશો આ પુલ
જર્મનીના હાર્ટ્સ હિલ્સમાં આવેલા વિશ્વના સૌથી લાંબા પુલ પર લોકો ચાલવાનો આનંદ માણી શકે છે. આ 450 મીટરથી વધુ લાંબા પુલથી વિશાળ ડેમની એક તરફથી બીજી તરફ પહોંચી શકાય છે.
Trending Photos
જર્મનીના હાર્ટ્સ હિલ્સમાં આવેલા વિશ્વના સૌથી લાંબા પુલ પર લોકો ચાલવાનો આનંદ માણી શકે છે. આ 450 મીટરથી વધુ લાંબા પુલથી વિશાળ ડેમની એક તરફથી બીજી તરફ પહોંચી શકાય છે.
ફેમસ છે નામ
Titan-RT નામનો આ પુલ 7 મેં 2017ના રોજ જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પુલ મધ્ય જર્મન શહેર Oberharts am Broken માં આવેલો છે.
કેટલો લાંબો છે પુલ
કુલ 458 મીટર લાંબો પુલે રશિયન શહેર સોચીમાં આવેલા સ્કાયપાર્ક બ્રિજને પાછળ છોડી દીધો છે. આ પુલ 439 મીટર લાંબો છે. Titan-RT પુલ બનતા પહેલા સ્કાયપાર્ક પુલ સૌથી મોટો પુલ હતો.
આ પુલ ઊંચો પણ છે
જર્મનીના સૌથી ઉંચા રેપબોડ ડેમ પર બનેલો આ પુલ પાણીના સ્તરથી લગભગ 100 મીટરની ઉંચાઈ પર બનાવવામાં આવ્યો છે.
ઘણો લાંબો સમય લાગ્યો
સતત 5 વર્ષ સુધી આ પુલનું કામ ચાલ્યું. આ 5 વર્ષમાં પુલની યોજના બનાવાની સાથે તેનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું.
ના ભુલાય તેવો અનુભવ
આ પુલ ચાલતા જવા માટે વિશ્વનો સૌથી લાંબો પુલ છે. તેના પ્રકારનો એકમાત્ર સસ્પેન્શન બ્રિજ. જે લોકો આ પુલ પર ચડ્યા તેઓ એક સ્મિત સાથે આ પુલ પરથી નિચે ઉતર્યા.
કઈ ટેકનોલોજીથી બન્યો છે આ પુલ
ટેકનિક લગાવવામાં આવી કેબલ કન્ટ્રક્શનની. આ પુલ બનાવવા માટે 947 ટનના પુલિંગ ફોર્સનો ઉપયોગ કરવામાં આવ્યો.
આ પુલ પર કેવી રીતે લેશો આનંદ?
જે પણ સાહસના શોખીન છે તે આ પુલ પરથી કૂદકો મારીને 75 મિટર સુધી જઈને પેન્ડુલમ જમ્પની મજા લઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે