ભારત બાદ અમેરિકામાં પણ બેન થયું TikTok, આ દિવસથી ડાઉનલોડિંગ પર પાબંધી

ભારતમાં બેનની માર સહન કરી રહેલી વીડિયો શેરીંગ એપ ટિકટોક (TikTok) માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. હવે અમેરિકાએ પણ આ એપ પર પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી લીધી છે.

ભારત બાદ અમેરિકામાં પણ બેન થયું TikTok, આ દિવસથી ડાઉનલોડિંગ પર પાબંધી

નવી દિલ્હી: ભારતમાં બેનની માર સહન કરી રહેલી વીડિયો શેરીંગ એપ ટિકટોક (TikTok) માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. હવે અમેરિકાએ પણ આ એપ પર પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી લીધી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ના આદેશ અનુસાર અમેરિકામાં રવિવારે આ ચીની એપની ડાઉનલોડિંગ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ સાથે We Chat ની ડાઉનલોડિંગ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 

ટિકટોક અને We Chat પર રવિવારથી આ પ્રતિબંધ લાગૂ થઇ જશે. તમને જણાવી દઇએ કે ભારત પહેલાં જ ટિકટોક અને પબજી સહિત 224 ચીની મોબાઇલ એપ્સ પર બેન લગાવી ચૂક્યું છે. 

ભારતમાં અત્યાર સુધી 224 ચીની એપ્સ બેન
તમને જણાવી દઇઓએ કે ગત 2 સપ્ટેમ્બરના રોજ ભારત સરકારે મોટી કાર્યવાહી કરતાં પબજી સહિત 118 મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો. આ પહેલાં 15 જૂનના રોજ ગલવાનમાં હિંસક ઘર્ષણ બાદ 29 જૂનના રોજ સરકારે ટિકટોક અને હેલો સહિત 59 એપ્સ બેન કરી દીધી હતી. ત્યારબાદ 28 જુલાઇના રોજ 47 એપ્સને બેન કરવામાં આવી હતી. આ પ્રકારે મોદી સરકાર અત્યાર સુધી 224 ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવી ચૂકી છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news