અમેરિકાની જાહેરાત, સીરિયાથી પાછા બોલાવવામાં આવશે તમામ સૈનિક
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું કે, અમે સીરિયામાં ISISને હરાવી દીધું છે, હવે સૈનિકોને પરત બોલાવાશે
Trending Photos
વોશિંગ્ટન : અમેરિકા સીરિયાથી પોતાનાં સૈનિકોને પરત બોલાવી લેશે. એક અમેરિકી અધિકારીએ આ વાત કહી. આ પગલું અસાધારણ ભૂ-રાજનીતિક પરિણામ હશે તથા અમેરિકાનાં સમર્થનથી ઇસ્લામીક સ્ટેટનાં જેહાદીઓ સામે લડી રહેલા કુર્દીશ લડાકુઓ હવે અધવચ્ચે લટકી ગયા છે. અગાઉ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું કે, અમે સીરિયામાં ISISને હરાવી દીધું છે. ટ્રમ્પનાં શાસનકાળ દરમિયાન ત્યાં રહેવાનું એકમાત્ર કારણ છે.
અમેરિકાએ અધિકારીઓને કહ્યું કે, (સૈનિકોને પરત લાવવા)નો નિર્ણય મંગળવારે કરવામાં આવ્યો. જ્યારે તેમને પુછવામાં આવ્યું કે, સમગ્ર સીરિયામાં સૈનિકોને પરત બોલાવી લેવામાં આવશે, તો તેમણે કહ્યું કે, પુર્ણ પરત એટલે બધા જ સૈનિકો. જો કે અધિકારીક રીતે આ અંગેની કોઇ સમયસીમા જણાવી નથી. ટ્રમ્પે કહ્યું કે, અમે સુનિશ્ચિત રકીશું કે દળની સુરક્ષા યથાવત્ત રહે પરંતુ શક્ય તેટલી ઝડપી.
હાલ સીરિયામાં આશરે 2000 અમેરિકી સૈનિકો છે. તેમાંથી મોટા ભાગનાં સૈનિકો સ્થાનીક દળને ટ્રેનિંગ આપી રહ્યા છે. કુર્દીશ ટ્રેઇન સૈનિકો આઇએસઆઇએસની સામે લડી રહ્યા છે. સીરિયન ડેમોક્રેટિક ફોર્સિઝ નામનાં મુખ્ય સંઘર્ષ દળની એક મોટી ટુકડી કુર્દિશોની છે. જેમને તુર્કી આદંકવાદી સમુહ સ્વરૂપે જોવામાં આવે છે. હાલ તો અમેરિકાનાં નિર્ણયનાં કારણે ISISને વધારે મજબુતી મળી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે