Russia: 'પુતિને ખોટો રસ્તો પસંદ કર્યો, રશિયાને જલદી નવા રાષ્ટ્રપતિ મળશે', જાણો કોણે કહ્યું?
Wagner Group: વેગનર ગ્રુપના પ્રમુખ યેવગેની પ્રિગોઝીને રશિયામાં સૈન્ય નેતૃત્વને ઉખાડી ફેંકવા માટે 'કોઈ પણ હદ' સુધી જવાની કસમ ખાધી છે. એક ઓડિયો સંદેશમાં 62 વર્ષના ભાડાના સૈનિકો (પ્રાઈવેટ આર્મી)ના નેતાએ કહ્યું કે તેમના સૈનિકો રસ્તામાં આવનારી દરેક ચીજને ખતમ કરી દેશે. પ્રિગોઝીને રશિયનોને ચેતવણી આપી છે કે તેઓ તેમનો વિરોધ ન કરે.
Trending Photos
વેગનર ગ્રુપના પ્રમુખ યેવગેની પ્રિગોઝીને રશિયામાં સૈન્ય નેતૃત્વને ઉખાડી ફેંકવા માટે 'કોઈ પણ હદ' સુધી જવાની કસમ ખાધી છે. એક ઓડિયો સંદેશમાં 62 વર્ષના ભાડાના સૈનિકો (પ્રાઈવેટ આર્મી)ના નેતાએ કહ્યું કે તેમના સૈનિકો રસ્તામાં આવનારી દરેક ચીજને ખતમ કરી દેશે. પ્રિગોઝીને રશિયનોને ચેતવણી આપી છે કે તેઓ તેમનો વિરોધ ન કરે. તેમણે લોકોને પોતાની સાથે સામેલ થવાનું આહ્વાન કર્યું છે. પ્રિગોઝીને કહ્યું કે કહ્યું કે આ સૈન્ય તખ્તાપલટ નથી પરંતુ ન્યાયની માર્ચ છે. પુતિન દ્વારા વેગનર ગ્રુપના વિદ્રોહને કચડવાની કસમ ખાધાના ગણતરીની પળો બાદ, પ્રિગોઝીને કથિત રીતે કહ્યું કે રશિયના રાષ્ટ્રપતિએ પોતાના ભાષણ દરમિયાન ખોટો વિકલ્પ પસંદ કર્યો અને દેશને જલદી એક નવા રાષ્ટ્રપતિ મળશે.
એક સમયે પુતિનના ખાસ શેફ રહી ચૂકેલા પ્રિગોઝીને કહ્યું કે "પુતિને (પોતાના સંબોધન દરમિાયન) ખોટો રસ્તો પસંદ કર્યો છે. રશિયાને જલદી નવા રાષ્ટ્રપતિ મળશે."
કેમ ભડક્યા છે પ્રિગોઝીન?
પ્રિગોઝીને રશિયાના રક્ષામંત્રી સર્ગેઈ શોઈગુ પર યુક્રેનમાં વેગનર ગ્રુપના બેસ કેમ્પ રોકેટથી હુમલો કરવાનો આદેશ આપવાનો આરોપ લગાવ્યો હતો. જ્યાં તેમના ફાઈટર્સ રશિયા તરફથી યુક્રેની સૈન્યદળો સામે લડી રહ્યા છે. પ્રિગોઝીને કહ્યું કે તેમના ફાઈટર્સ હવે શોઈગુને દંડિત કરવા માટે આગળ વધશે અને રશિયન સેનાને આગ્રહ કર્યો કે તેઓ તેમનો વિરોધ ન કરે. પ્રિગોઝીને કહ્યું કે, "આ સશસ્ત્ર વિદ્રોહ નથી. પરંતુ ન્યાય તરફ કૂચ છે." રશિયાના રક્ષા મંત્રાલે પ્રિગોઝીનના દાવાને ફગાવ્યા.
કઠોર સજા ભોગવવી પડશે-પુતિન
અત્રે જણાવવાનું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને વેગનર ગ્રુપના પ્રમુખ યેવેની પ્રિગોઝીન દ્વારા સશસ્ત્ર વિદ્રોહની જાહેરાત કરવા વચ્ચે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. પુતિને પ્રિગોઝીન દ્વારા સશસ્ત્ર વિદ્રોહની જાહેરાતને 'વિશ્વાસઘાત' અને 'દેશદ્રોહ' ગણાવી. અને રશિયા અને તેના લોકોની કોઈ પણ સંજોગોમાં રક્ષા કરવાનો ભરોસો આપ્યો. પુતિને કહ્યું કે રશિયા પોતાના ભવિષ્ય માટે સૌથી કપરી લડાઈ લડી રહ્યું છે. તેમણે કહ્યું કે આ વિદ્રોહ આપણા દશ માટે ખુબ મોટો ખતરો છે અને અમે તેના વિરુદ્ધ 'કઠોર કાર્યવાહી' કરીશું. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે વિદ્રોહનું ષડયંત્ર રચનારા તમામ લોકોએ કઠોર સજા ભોગવવી પડશે. સશસ્ત્ર દળો અને અન્ય સરકારી એજન્સીઓને જરૂરી આદેશ આપી દેવાયા છે.
રશિયાના અધિકારીઓએ શરૂ કરી તપાસ
આ બધા વચ્ચે રશિયાના અધિકારીઓએ દેશના રક્ષામંત્રીને હટાવવાની કથિત રીતે ધમકી આપવા અંગે ખાનગી સેના 'વેગનર ગ્રુપ' ના પ્રમુખ યેવેની પ્રિગોઝીન વિરુદ્ધ શુક્રવારે અપરાધિક તપાસ શરૂ કરી દીધી છે. દેશની ટોચની આતંકવાદ વિરોધી સંસ્થા નેસનલ એન્ટી ટેરરિઝમ કમિટીએ વેગનર ગ્રુપ વિરુદ્ધ સૈન્ય તખ્તાપલટના આહ્વાનના આરોપમાં અપરાધિક તપાસ શરૂ કરી છે. ક્રેમલિન (રશિયાનું રાષ્ટ્રપતિ ભવન)ના પ્રવક્તા દમિત્રી પોસ્કોવે કહ્યું કે રાષ્ટ્રપતિ પુતિનને સ્થિતિ અંગે સૂચિત કરી દેવાયા છે અને તમામ જરૂરી ઉપાય કરવામાં આવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે