Indonesia: અહીં 700 વર્ષથી જ્વાળામુખીની પાસે બેઠા છે ભગવાન ગણેશ! કરે છે લોકોની રક્ષા

World News: ઈન્ડોનેશિયાના માઉન્ટ બ્રોમોમાં ભગવાન ગણપતિજીની મૂર્તિ સક્રિય જ્વાળામુખીના મુખ પર બિરાજમાન છે. અહીંના સ્થાનિક લોકોનું માનવું છે કે ગણપતિ ભગવાનની પ્રતિમા 700 વર્ષથી આ ક્ષેત્રના લોકોની રક્ષા કરી રહી છે. 

Indonesia: અહીં 700 વર્ષથી જ્વાળામુખીની પાસે બેઠા છે ભગવાન ગણેશ! કરે છે લોકોની રક્ષા

Mount Bromo Ganesh Idol: દેશભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આ શુભ અવસર પર નેતાથી લઈને અભિનેતા બધા બાપ્પાની ભક્તિમાં ડૂબેલા છે. સામાન્ય લોકો પણ ભક્તિભાવથી ગણપતિ બાપ્પાની પૂજા કરી રહ્યાં છે. દેશમાં તમામ જગ્યાએ આ ઉત્સવ ચાલી રહ્યો છે. બોલીવુડ સેલિબ્રિટીઓથી લઈને ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરે પણ ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે. આ વચ્ચે તમને ગણપતિના એક એવા મહિમા વિશે જણાવી રહ્યાં છીએ, જેનાથી ઘણા લોકો અજાણ છે. 

જ્વાળામુખીના મુખ પર બેઠા છે ગૌરી પુત્ર ગણેશ!
તમે ભારતના પ્રસિદ્ધ ગણેશ મંદિરોની પરિક્રમા કરતા ગજાનનના ઘણા રૂપોના દર્શન કર્યા હશે. મુંબઈના સિદ્ધિવિનામયકથી લઈને પુણેના મયૂરેશ્વર અને સવાઈમાધોપુરના ત્રિનેત્ ર ગણપતિથી લઈને જયપુરના મોતીડૂંગરીના ગણેશ જીનો મહિમા તમે સાંભળ્યો હશે. 

પરંતુ શું તમે કોઈ એવા મંદિર કે જગ્યા વિશે સાંભળ્યું છે જ્યાં એક સક્રિય જ્વાળામુખીના મોઠા પર છે. જો નહીં તો અમે તમને જણાવી દઈએ કે ઈન્ડોનેશિયામાં 700 વર્ષ જૂની ગણેશનીની એક પ્રતિમા જ્વાળામુખીના મોઢા પર બિરાજમાન છે. 

fallback

ભગવાન સાક્ષાત કરે છે રક્ષા
અહીં દર વર્ષે હજારો શ્રદ્ધાળુ ગણપતિના દર્શન કરવા આવે છે. આ પ્રતિમા વિદેશી પ્રવાસીઓની જિજ્ઞાસાનું પણ પ્રતિક છે. જ્વાળામુખીના મુખ પર સ્થિત આ પ્રતિમા એવું લાગે છે કે જાણે ભગવાન ગણેશ સ્વયં જ્વાળામુખીથી લોકોની રક્ષા કરી રહ્યા હોય. તમને જણાવી દઈએ કે, જ્વાળામુખીની નજીક રહેતા લોકોને તાનાગર કહેવામાં આવે છે, આ લોકો પોતાની મૂર્તિની સાથે ભગવાન ગણેશની આ મૂર્તિની દરરોજ પૂજા પણ કરે છે.

પવિત્ર પર્વત પર છે જ્વાળામુખી
ઈન્ડોનેશિયન ડોટ કોમમાં પ્રકાશિત એક રિપોર્ટ પ્રમાણે કેટલાક લોકો તેને સ્વયંભૂ સ્થાપિત મૂર્તિ ગણાવે છે તો કેટલાક તેને ઈન્ડોનેશિયાના નિવાસિઓના પૂર્વજોના પૂજા-પાઠથી જોડીને જુએ છે. આ મૂર્તિ જે પર્વત પર સ્થાપિત છે, તેનું નામ માઉન્ટ બ્રોમો છે, જેની ગણના દેશના પવિત્ર સ્થળોમાં થાય છે. આ પર્વતનું નામ ભગવાન બ્રહ્માના નામ પર રાખવામાં આવ્યું છે. આ જ્વાળામુખી બ્રોમો ટેનેગર સેમેરૂ નેશનલ પાર્કમાં હાજર છે. અહીં રહેલા વર્ષો જૂના મંદિરોને જોઈને સમજી શકાય છે કે આ દેશના લોકો પણ હિન્દુ ભગવાનો અને દેવી-દેવતાઓમાં પોતાની અતૂટ શ્રદ્ધા રાખે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news