Trending News: શરીરનો જે ભાગ લોકો છૂપાવી રાખે, આ મહિલા તે બતાવીને કમાય છે લાખો રૂપિયા
પૈસા કમાવવા માટે લોકો ખુબ મહેનત કરતા હોય છે. કામના તણાવમાં તેઓ પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખતા નથી. પરંતુ દુનિયામાં એવા પણ કેટલાક લોકો છે જે કમાણી માટે એવા એવા તુક્કા અજમાવે છે કે જાણીને તમે દંગ રહી જશો.
Trending Photos
પૈસા કમાવવા માટે લોકો ખુબ મહેનત કરતા હોય છે. કામના તણાવમાં તેઓ પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખતા નથી. પરંતુ દુનિયામાં એવા પણ કેટલાક લોકો છે જે કમાણી માટે એવા એવા તુક્કા અજમાવે છે કે જાણીને તમે દંગ રહી જશો. આવો જ એક મામલો બ્રિટનમાં જોવા મળ્યો છે જ્યાં એક મહિલા ઘરે બેસીને ખાઈ પીઇને દર મહિને ઓછામાં ઓછા 10 લાખ રૂપિયા કમાય છે. મહિલાનું નામ એન્ટોનિયા ગ્રાહમ છે. તેણે કમાણી કરવાની એવી રીત શોધી છે કે ભારતમાં તો કોઈ વિચારી પણ ન શકે.
ધ સનમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ આમ તો કોરોના કાળમાં લાગેલા લોકડાઉનથી અનેક લોકોએ ઈન્ટરનેટ દ્વારા ઘરે બેઠા કમાણીના કેટલાક તરીકા ગૂગલ પર સર્ચ કર્યા હતા. કેટલાય લોકોએ આફતમાં અવસર શોધીને આ મુહિમમાં સફળતા પણ મેળવી હતી. પરંતુ યુકેની એન્ટનિયા સામે તો આવી કોઈ મજબૂરી નહતી. આ સુંદર મહિલાના વધેલા વજન અને બેલી ફેટની લોકોએ મજાક ઉડાવી હતી. પરંતુ તેણે નિરાશ થવાની જગ્યાએ શરીરના એ જ ભાગને કમાણીનું સાધન બનાવી લીધુ. આજે તે ઘરે આરામથી બેસીને ખાતા પિતા લાખો રૂપિયા કમાઈ રહી છે.
દસ મિનિટમાં હજારોની આવક
થોડા દિવસ પહેલા એક સમાચાર વાયરલ થયા હતા જેમાં એવું હતું કે એક મહિલા પોતાની ફાર્ટ (પાદ) વેચીને લાખો રૂપિયા કમાણી કરતી હતી. આવું જ કઈંક એન્ટોનિયાએ કરીને ટ્રોલર્સની બોલતી બંધ કરી દીધી છે. સોશિયલ મીડિયા પર એન્ટોનિયાના લાખો ફોલોઅર્સ છે. ફેન ફોલોઈંગના દમ પર તે 5થી 10 મિનિટના ઓનલાઈન સેશનમાં પોતાનું વધેલું પેટ દેખાડીને હજારો રૂપિયા કમાણી કરી લે છે. 25 વર્ષની એન્ટનિયા ગ્રાહમે રૂપિયા કમાવવા માટેની અજીબોગરીબ તરકીબની જાણકારી પોતે જાતે જ ફેન્સ સાથે શેર કરી છે.
એન્ટોનિયાએ એડલ્ટ સાઈટ ઓનલીફેન પર પોતાનું એકાઉન્ટ બનાવી રાખ્યું છે. આ સાઈટ પર તે લોકોને પોતાના વીડિયો અને ફોટા દેખાડે છે. જેને ફીડેરિસ્મ કિંક કહેવાય છે. મહિલાને તેના ફેન્સ ખાતી જોવાનું ખુબ પસંદ કરે છે. આ સાથે જ તેના વધેલા પેટ અને બેલી ફેટને જોઈને ખુશ થાય છે. એન્ટોનિયાએ જણાવ્યું કે પહેલા તે પોતાના વજનને લઈને ખુબ ચિંતિત રહેતી હતી. પરંતુ હવે તેણે તેના વજનને જ કમાણીનું સાધન બનાવી લીધુ છે. તે પોતાના વીડિયોમાં મેક ડી, કેએફસી અને ડોમિનોઝ જેવી કંપનીઓને પ્રમોટ કરીને તેમની પાસેથી પણ તગડી ફી વસૂલે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે