અમેરિકામાં પણ થાય છે અમરાઈવાડી જેવી બબાલ! પાર્કિંગની માથાકૂટમાં વધુ એક ગુજરાતીની હત્યા
સમગ્ર પ્રકરણમાં સ્થાનિક પોલીસે 41 વર્ષીય રિચર્ડ લેવિસની સામે હત્યાનો ગુનો નોંધી તેને નજીકની એક હોટલમાંથી પકડી, ધરપકડ કરી હતી. હેમંત મિસ્ત્રીની હત્યાની જાણ બીલીમોરા રહેતા તેમના પરિજનોને થતા તેમની આંખો ભીંજાય હતી.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ સામાન્ય રીતે તમે જોયું હશે કે, રોડ-રસ્તા કે પાર્કિંગ બાબતે આપણે ત્યાં માથાકૂટ થતી હોય છે. અમદાવાદના અમરાઈ વાડી વિસ્તારમાં છાશવારે આવી ક્રિમનલ ઘટનાઓ બનતી હોય છે. પણ આવી જ ઘટનાઓ હવે અમેરિકામાં પણ બનવા લાગી છે. જેમાં સામાન્ય પાર્કિંગની બાબાલમાં એક ગુજરાતીની હત્યાનો મામલો સામે આવતા હડકંપ મચી ગયો છે.
વિદેશમાં ભારતીય ઉપર હુમલા વધી રહ્યા છે અને તેમાં ઘણી વાર ભારતીયોની જીવ પણ ગયા ની ઘટનાઓ સામે હાથી હોય છે આવી જ ઘટના શનિવારે અમેરિકાના ઓકલોહામાં શહેરમાં બની હતી જેમાં મોટેલ ચલાવતા મૂળ નવસારીના હેમંત મિસ્ત્રીની એક અશ્વેત અમેરિકને પંચ મારી તેમની હત્યા કરી હતી. પોલીસે હત્યારા અશ્વેત અમેરિકનની ધરપકડ કરી હતી. હેમંત મિસ્ત્રીની હત્યાના સમાચાર મળતા જ બીલીમોરામાં રહેતા તેમના કુટુંબીજનોમાં શોકની લાગણી વ્યાપી છે
નવસારીના બીલીમોરા શહેરના રહેવાસી 59 વર્ષીય હેમંત મિસ્ત્રી વર્ષોથી અમેરિકાના કેલીફોર્નિયા શહેરમાં સ્થાયી હતા. જેમણે ત્રણ વર્ષ અગાઉ જ ઓકલોહામામાં 120 રૂમની મોટલ લીધી અને તેઓ પરિવાર સાથે ઓકલોહામામાં શિફ્ટ થયા હતા. મોટેલનું વિશાળ પાર્કિગ હોવાથી, ત્યાં રાત્રી દરમિયાન ડ્રગિસ્ટ તેમજ અસમાજિક તત્વો ઘુસી જતા હોય, હેમંત મિસ્ત્રી રોજ રાતે પાર્કિગમાં આંટો મારી કંઈ અજુગતું તો નથી થતું ને એની ચકાસણી કરતા હતા. દરમિયાન ગત શનિવારે પણ હેમંત રોજનીશી પ્રમાણે મોટલના પાર્કિંગમાં અડધી રાતે આંટો મારવા નીકળ્યા હતા. જ્યા સવારથી અશ્વેત અમેરિકને રિચર્ડ લેવિસ સામાન લઈ બેઠો હતો. જેને મોટલનાં સ્ટાફ દ્વારા તેને પાર્કિંગ છોડી દેવા ત્રણથી ચાર વાર કહેવામાં આવ્યુ હતુ, પણ રિચર્ડ ત્યાંથી ગયો ન હતો.
જેથી હેમંત પટેલે પહેલા તેને શાંતિથી પાર્કિંગ ખાલી કરી દેવા જણાવ્યુ, પરંતુ રિચર્ડે જગ્યા ન છોડતા બંને વચ્ચે માથાકૂટ થઈ અને હેમંત મિસ્ત્રીએ ઉગ્રતાથી રિચર્ડને જગ્યા છોડવા કહેતા રિચર્ડે આવેશમાં આવી તેમના મોઢા ઉપર પંચ મારતા તેઓ જમીન પર પટકાયા અને માથામાં ગંભીર ઈજા થતા બેહોશ થઈ ગયા હતા. ત્યારબાદ રિચર્ડ લેવિસ ત્યાંથી સમાન લઇને ફરાર થયો હતો. હેમંત બેહોશ થતા તાત્કાલિક તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તેમને બેઇન ડેડ જાહેર કર્યા હતા.
સમગ્ર પ્રકરણમાં સ્થાનિક પોલીસે 41 વર્ષીય રિચર્ડ લેવિસની સામે હત્યાનો ગુનો નોંધી તેને નજીકની એક હોટલમાંથી પકડી, ધરપકડ કરી હતી. હેમંત મિસ્ત્રીની હત્યાની જાણ બીલીમોરા રહેતા તેમના પરિજનોને થતા તેમની આંખો ભીંજાય હતી. સાથે જ હેમંત સાથે વિતાવેલી ક્ષણો તેમની આંખો સામે આવી ગઈ હતી. ગત વર્ષે જ હેમંત મિસ્ત્રી પરિવાર સાથે બીલીમોરા આવ્યા હતા અને ત્રણ મહિના રોકાયા બાદ ફરી અમેરિકા ગયા હતા
અમેરિકામાં અશ્વેત અમેરિકનના હાથે મોતને ભેટેલા હેમંત મિસ્ત્રીની ઈચ્છા હતી કે, મૃત્યુ બાદ તેમના અંગોનું દાન કરવામાં આવે. જેની વ્યવસ્થા તેમણે ખુદ કરી હતી. જેથી હેમંત મિસ્ત્રીના અવસાન બાદ તેમના પરિવારજનોએ તેમની ઈચ્છા પ્રમાણે તેમના અંગોનું દાન કર્યુ છે. આવતીકાલે હોસ્પિટલમાંથી અંગદાનની પ્રોસેસ પત્યા બાદ તેમના પાર્થિવ દેહને પરિવારને સોંપવામાં આવશે, ત્યારબાદ અંતિમ ક્રિયા થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે