1070 કરોડનો કાળો કાંડ! 90000 નો નોકરિયાત વર્ગ પર Income Taxની નજર, જાણો લિસ્ટમાં છે તમારું નામ!
ITR: સરકારની જાણકારીમાં આવ્યું છે કે પીએસયૂ અને એમએનસીમાં કામ કરનાર લગભગ 90000 લોકોએ ખોટી રીતે ટેક્સ છૂટનો દાવો કર્યો છે. આ લોકોએ લગભગ 1017 કરોડ રૂપિયાનો ટેક્સ દાવોને પાછા લઈ લીધા છે.
Trending Photos
Income Tax Rules: જો તમે પણ દર વર્ષે ઈન્કમ ટેક્સ ભરો છો તો આ સમાચાર તમારાથી સંબંધિત હોઈ શકે છે. સરકારને માહિતી મળી હતી કે લગભગ 90,000 નોકરિયાત વર્ગ (સરકારી અને ખાનગી કંપનીઓમાં કામ કરતા)એ ખોટી રીતે તેમના કરમુક્તિના દાવા પાછા ખેંચી લીધા છે. આ દાવાની કુલ રકમ રૂ. 1,070 કરોડ છે. આવકવેરા વિભાગને તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે લોકો તેમના ટેક્સ રિટર્નમાં કલમ 80C, 80D, 80E, 80G, 80GGB, 80GGC હેઠળ ખોટી કપાતનો દાવો કરી રહ્યાં છે. જેના કારણે સરકારને મળતો ઈન્કમ ટેક્સ ઘટી રહ્યો છે.
80GGB / 80GGC હેઠળ ખોટા દાવા
ઈટીમાં પ્રકાશિત અહેલાલ અનુસાર, સૂત્રોએ દાવો કર્યો છે કે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આવા લોકો અલગ અલગ સેક્ટરમાં કામ કરનાર સંસ્થાઓના કર્મચારી છે. તેમાં પબ્લિક સેક્ટરના ઉપક્રમ (PSU), મોટી કંપનીઓ, મલ્ટીનેશનલ કંપનીઓ, એલએલપી, પ્રાઈવેટ લિમિટેડ કંપનીઓ વગેરેનો સમાવેશ થાય છે. તેના સિવાય તપાસમાં એવું પણ જાણવા મળ્યું કે જે લોકોએ ખોટી રીતે કપાતનો દાવો કર્યો હતો, તે એક જ કંપનીમાં કામ કરી રહ્યા હતા. સરકારી વિભાગ તરફથી કરવામાં આવેલા વિશ્લેષણથી જાણવા મળ્યું કે ટેક્સપિયર્સ તરફથી ITRમાં દાવો કરવામાં આવેલા સેક્શન 80GGB/80GGC હેઠળ કુલ કપાત અને દાન પ્રાપ્તકર્તાઓ તરફથી પોતાના ITR માં દેખાડવામાં આવેલી કુલ રાશિમાં મોટું અંતર છે.
સરકાર તરફથી કંપનીઓને કરવામાં આવી જાગૃત
સેક્શન 80C, 80E, 80G હેઠળ જે કપાતના દાવા કરવામાં આવ્યા છે, તેમાં પણ શંકાસ્પદ મળ્યા છે. તેમણે કહ્યું કે સામાન્ય નિયોક્તાઓ (TDS કપાત)ની એક લિસ્ટ તૈયાર કરવામાં આવી છે અને ટેક્સ ડિપાર્ટમેન્ટ તે તમામ લોકો સુધી પહોંચશે, જેના પર સેક્શન 80E, 80G, 80GGA, 80GGC અને અન્ય કપાત હેઠળ ખોટા કપાતનો દાવો કરવાની શંકા છે. સરકારને જાણવા મળ્યું છે કે અમુક લોકો ખોટી રીતે ટેક્સમાં છૂટ અને રિફંડ લેવા માટે ભ્રમિત કરી રહ્યા છે. એટલા માટે સરકાર હવે કંપનીઓને જાગૃત કરી રહી છે.
1,070 કરોડ રૂપિયા સાથે જોડાયેલો છે મામલો?
સરકાર તરફથી જણાવવામાં આવી રહ્યું છે કે ટેક્સ રિટર્નમાં ખોટી જાણકારી આપવાથી શું નુકસાન થઈ શકે છે? જો કોઈએ ભૂલથી ખોટી જાણકારી આપી દીધી છે તો તેણે સુધારો કરી શકે છે. સરકારી સૂત્રોએ દાવો કર્યો છે કે 31 ડિસેમ્બર 2024 સુધી લગભગ 90,000 ટેક્સપેયર્સે પોતાના ITRમાં ટેક્સ કપાતના ખોટા દાવા પાછા લઈ લીધા છે. તેમની કુલ રાશિ લગભગ 1,070 કરોડ રૂપિયા છે અને તેમણે એકસ્ટ્રા ટેક્સ પણ ચૂકવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે