વોટ્સએપ પર પતિએ સ્ટેટસ લખ્યું, જેના પર પત્નીએ એવો જવાબ આપ્યો...પતિએ જીવન ટૂંકાવી લીધુ

પતિ પત્ની વચ્ચે  કોઈ કારણસર બધુ બરાબર નહતું અને પતિએ એક એવું વોટ્સએપ સ્ટેટસ મૂક્યો જેના પર પત્નીએ જવાબ આપતા જ પતિની લાગણીઓ દુભાઈ અને આખરે જીવન ટૂંકાવવાનું અંતિમ પગલું ભર્યું. 

વોટ્સએપ પર પતિએ સ્ટેટસ લખ્યું, જેના પર પત્નીએ એવો જવાબ આપ્યો...પતિએ જીવન ટૂંકાવી લીધુ

મધ્ય પ્રદેશના છતરપુરના પછાત વર્ગ વિભાગમાં કાર્યરત આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર રાજકુમાર ત્રિવેદીએ હાલમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. પોલીસ તપાસ કરીને આ આત્મહત્યાના કારણો જાણવાનો પ્રયત્ન કરી રહી હતી. આ મામલે હવે પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસ મૃતક રાજકુમારના વોટ્સએપ સ્ટેટસ પર મળેલા રિપ્લાયની મદદથી આરોપીઓ સુધી પહોંચી. આ મામલે બીજુ કોઈ નહીં પરંતુ મૃતકની પત્ની  અને સાસુને આરોપી બનાવવામાં આવ્યા છે. 

છતરપુરના સિવિલ લાઈન પોલીસ મથક વિસ્તારના સટઈ રોડ સ્થિત ગ્રીન એવન્યુના કેસમાં કોલોનીમાં રહેતા આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર રાજકુમાર ત્રિવેદીએ હાલમાં જ આપઘાત કરી લીધો હતો. જીવનલીલા સમાપ્ત કરતા પહેલા રાજકુમારે વોટ્સએપ સ્ટેટસ પર પોતાના ફોટા સાથે એક મેસેજ લખ્યો હતો કે- "જીવનમાં એક સમય એવો આવે છે, જ્યારે તેણે નક્કી કરવું પડે છે કે પાનું પલટવાનું છે કે પછી પુસ્તક બંધ કરવાનું છે." અને  પોતાના વોટ્સએપ પર સ્ટેટસ લગાવી દીધુ. 

ઘર કંકાસના કારણે પિયરમાં રહેતી પત્ની મૃગાક્ષી ત્રિવેદીએ આ સ્ટેટસ પર રિપ્લાય આપતા લખ્યું કે "જેટલું તમે સમજી રહ્યા છો, એટલું જ સામેવાળા સમજે છે, અને સારું એ છે કે તમે પુસ્તક જ બંધ કરી દો." જેનાથી પતિની લાગણી દુભાઈ અને રાજકુમાર ત્રિવેદીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

એસપી અગમ જૈને જણાવ્યું કે આ મામલે તપાસ બાદ પોલીસે એ નક્કી કર્યું કે પત્નીએ જ પતિને આત્મહત્યા માટે ઉક્સાવ્યો હોવો જોઈએ. જે દિવસે આ ઘટના ઘટી તે દરમિયાન રામકુમાર ત્રિવેદીની પત્ની મૃગાક્ષી ત્રિવેદીની સાથે સાસુ રેખા તિવારી પણ ઘરે હતા. પોલીસે હવે મૃતકની પત્ની અને સાસુ વિરુદ્ધ બીએનએસની કલમ 108 અને 3(5) હેઠળ એફઆઈઆર દાખલ કરીને આગળની તપાસ તેજ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news