Income Tax અંગે નાણામંત્રીની એ જાહેરાત..સાંભળીને મધ્યવર્ગની થઈ ગઈ બલ્લે બલ્લે!
Income Tax: દર વર્ષે પગારદાર વર્ગ દ્વારા આવકવેરામાં રાહતની માંગ જોરશોરથી કરવામાં આવે છે. પરંતુ ફેબ્રુઆરી 2023માં રજૂ થયેલા બજેટ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે મધ્યમ વર્ગ માટે મોટી રાહતની જાહેરાત કરી હતી.
Trending Photos
Nirmala Sitharaman Budget 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણ આગામી 1 ફેબ્રુઆરીના રોજ આઠમી વખત બજેટ રજૂ કરશે. આ વર્ષે પ્રધાનમંત્રીની આગેવાની હેઠળ એનડીએ સરકારનું ત્રીજું કાર્યકાળનું બીજું પૂર્ણ બજેટ હશે. આ વખતે બજેટમાં સૌથી વધુ ચર્ચા ઈનકમ ટેક્સમાં રાહત મળવાની અને ખેડૂતોને લઈને થનાર જાહેરાતને લઈને રહે છે. જુલાઈ 2024માં રજૂ કરવામાં આવેલા બજેટમાં નાણામંત્રીએ મિડલ ક્લાસને રાહત આપતા ન્યૂ ટેક્સ રિઝીમ હેઠળ સ્ટેન્ડર્ડ ડિડેક્શનની લિમિટને વધારીને 75000 કરી દીધો હતો. તેના સિવાય સરકાર તરફથી મિડલ ક્લાસને આયકર સહિત અલગ અલગ ચીજો પર રાહત આપવા માટે ઘણા કદમ ઉઠાવવામાં આવ્યા છે.
7 લાખ રૂપિયા સુધી ઈનકમ ટેક્સ ફ્રી
આ તમામ વાતો વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણ તરફથી વર્ષ 2023માં રજૂ કરવામાં આવેલા બજેટની ચર્ચા આજ સુધી મિડલ ક્લાસની વચ્ચે થતી રહે છે. આ બજેટમાં નોકરીયાત મિડલ ક્લાસને સૌથી મોટી રાહત આપવામાં આવી હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણ તરફથી ઈનકમ ટેક્સને લઈને કરવામાં આવેલી જાહેરાતથી ટેક્સપેયર્સને સૌથી વધુ ફાયદો મળ્યો હતો. 1 ફ્રેબ્રુઆરી 2023ના રોજ નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણ દરમિયાન ન્યૂ ટેક્સ રિઝીમ હેઠળ 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં લગાવવાની જાહેરાત કરી હતી.
કરોડો નોકરીયાત વર્ગને મળશે ફાયદો
સરકાર તરફથી આપવામાં આવેલી આવકમાં છૂટનો ફાયદો સૌથી વધુ નોકરીયાત વર્ગને મળ્યો છે. ત્યારબાદ જુલાઈ 2024માં રજૂ કરવામાં આવેલા બજેટમાં ન્યૂ રિઝીમ હેઠળ સ્ટેન્ડર્ડ ડિડક્શની લિમિટને વધારીને 75000 કરી દેવામાં આવી હતી. આ ફેરફારથી દર વર્ષે 7.75 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારા લોકોને કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. આ નિયમમાં ફેરફાર બાદ લોકોને શંકા હતી કે 7 લાખ રૂપિયાથી વધુની કમાણી કરનારાઓનું શું થશે?
નવી ટેક્સ રિઝીમ શું છે?
સરકાર દ્વારા પ્રથમ વખત નાણાકીય વર્ષ 2020-21માં નવી કર વ્યવસ્થા રજૂ કરવામાં આવી હતી. આમાં ટેક્સનો દર ઓછો છે પરંતુ આ અંતર્ગત કેટલીક ટેક્સ કપાત અને છૂટ નાબૂદ કરવામાં આવી છે. આ અંતર્ગત વર્ષ 2023માં 50,000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન સામેલ હતું. એક વર્ષ પછી તે વધારીને 75000 રૂપિયા કરવામાં આવી. નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ 0-3 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ નથી. આ પછી 3 થી 6 લાખ રૂપિયાની આવક પર 5 ટકા, 6 થી 9 લાખ રૂપિયાની આવક પર 10 ટકા, 9 થી 12 લાખ રૂપિયાની આવક પર 15 ટકા, 12 થી 15 રૂપિયાની આવક પર 20 ટકા ટેક્સ ચૂકવવો પડશે. 15 લાખથી વધુની આવક પર 30 ટકાનો ટેક્સ ચૂકવવાનો હોય છે.
જૂની કર વ્યવસ્થા શું છે?
જૂની ટેક્સ સિસ્ટમમાં 2.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. આ મુજબ કરદાતાઓએ 2.5 લાખથી 5 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 5%ના દરે ટેક્સ ચૂકવવો પડશે. જો વાર્ષિક આવક 5 લાખથી 10 લાખ રૂપિયા છે તો 20 ટકાના દરે ટેક્સ ચૂકવવો પડશે. પરંતુ 10 લાખ રૂપિયાથી વધુની આવક પર 30 ટકા ટેક્સ લાગશે. પરંતુ આ અંતર્ગત તમને અનેક પ્રકારના ટેક્સ બેનિફિટ મળે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે