Jio ના યૂઝર્સ માટે ઉગ્યો સોનાનો સુરજ! 49 કરોડ ગ્રાહકો માટે સૌથી મોટા ખુશખર, ફટાફટ આ રીતે ઉઠાવો લાભ
Reliance Jio: જિયોએ 17 જાન્યુઆરી એટલે કે આજે રિલીઝ થયેલી વેબ સીરિઝ 'પાતાલ લોક 2'ને ફ્રીમાં જોવાનો મોકો આપ્યો છે. જિયોના એક ખાસ રિચાર્જ પ્લાનની સાથે તમે આ વેબ સીરિઝને તમે કોઈ પણ જાતના ખર્ચ કર્યા વિના જોઈ શકો છો.
Trending Photos
Reliance Jio: જિયો પોતાના લાખો ગ્રાહકોને ખુશ કરવા માટે વધુ એક ઓફર લઈને આવ્યું છે. પરંતુ જો તમે વેબ સીરિઝ જોવાનું પસંદ કરો છો, તો તમારા માટે એક મોટા ખુશખબર છે. જી હા... જિયોએ 17 જાન્યુઆરી એટલે કે આજે રિલીઝ થયેલી વેબ સીરિઝ પાતાલ લોક 2 ને ફ્રીમાં જોવાનો મોકો આપ્યો છે.
Jio એ એક ખાસ રિચાર્જ પ્લાનની સાથે તમે કોઈપણ વધારાના ચાર્જ વિના આ વેબ સિરીઝ જોઈ શકો છો. આ શાનદાર ઓફરથી ઘણા મોબાઈલ યુઝર્સની મોટી ચિંતા દૂર થઈ ગઈ છે. વેબ સિરીઝને મફતમાં જોવા સિવાય Jioનો રિચાર્જ પ્લાન લાંબી વેલિડિટી, અનલિમિટેડ ફ્રી કૉલિંગ અને ઘણો ડેટા પણ આપે છે. તમે સિંગલ રિચાર્જ પ્લાનમાં ઘણા ફાયદા મેળવી શકો છો. અમને જણાવો...
Paatal Lok 2 જોવા માટે શું કરશો?
જિયોના ઘણા રિચાર્જ પ્લાન્સમાં ઘણા OTT એપની ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. Paatal Lok 2 આજે Amazon Prime Video પર રિલીઝ થઈ ચૂકી છે. આ વેબ સીરિઝને જોવા માટે તમારે Amazon Prime Video નું સબ્સક્રિપ્શન લેવું પડશે. પરંતુ જો તમે અલગથી સબ્સક્રિપ્શન લેવા માંગતા નથી, તો તમે જિયોના એક ખાસ રિચાર્જ પ્લાનની સાથે પાતાલ લોક 2 ને ફ્રીમાં જોવા મળી શકે છે.
Reliance Jio Rs 1029 Plan
જિયોએ 1029 રૂપિયાનો એક સારો પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનમાં તમને 84 દિવસોની વેલિડિટી મળશે. આ પ્લાનમાં તમે કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કોલ કરી શકો છો. તેના સિવાય તમને રોજ 100 ફ્રી SMS પણ મળશે.
આ પ્લાનમાં તમને કુલ 168GB હાઈ સ્પીડ ડેટા મળશે. તમે રોજ 2જીબી હાઈ સ્પીડ ડેટાનો ઉપયોગ કરી શકો છો. આ પ્લાનમાં Amazon Prime Liteનું 84 દિવસનું સબ્સક્રિપ્શન પણ સામેલ છે, જેનાથી તમે પાતાલ લોક 2 ને ફ્રીમાં જોઈ શકો છો. આ પ્લાનનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારે ફ્રી કોલિંગ અને OTT સબ્સક્રિપ્શન બન્ને એક જ પ્લાનમાં મળી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે