ગુજરાતમાં રફ્તારના રાક્ષસો બેફામ બન્યા! 24 કલાકમાં 5 અકસ્માત, 4 ને ભરખી ગયો માનવોનો શોખ
Gujarat Accident News : રાજકોટ, સુરત, મહેસાણા અને ભાવનગરમાં અલગ અલગ 5 અકસ્માતોમાં 4 લોકોએ ગુમાવ્યો જીવ... બેકાબૂ રફ્તાર પર લગામ જરૂરી... નબીરાઓને નાથવા ઓવર સ્પીડનો દંડ 2 હજારથી વધારીને બદલે 20 હજાર કરો સરકાર,,,
Trending Photos
Surat News : ગુજરાતમાં ફરી એકવાર રોડ પર રફ્તારના રાક્ષસો બેફામ બન્યા છે. રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર પૂરઝડપે ગાડી ચલાવતાં અકસ્માત સર્જ્યો છે. પૂરપાટ ઝડપે આવતી I20 કારે થારને ટક્કર મારી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની નથી થઈ. 4 લોકોને પહોંચી સામાન્ય ઈજા પહોંચી હતી. તો જ્યારે સુરતના ડાયમંડ બુર્સ પાસે અકસ્માતમાં 16 વર્ષીય કિશોરીનું મોત નિપજ્યું છે. કાર ઓવર સ્પીડ હોવાના કારણે અકસ્માત સર્જાયો હતો. અન્ય 3 ઈજાગ્રસ્તોને સારવાર માટે લઈ જવાયા. અલથાન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ, ભાવનગરના સિહોર તાલુકાના વળાવડ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે. પૂરઝડપે આવી રહેલી કારના ચાલકે બાઈકને અડફેટે લીધી હતી. જેમાં બાઈકને અડફેટે લીધા બાત કાર પર દૂકાનમાં ઘૂસી આવી. અકસ્માત સર્જાતા બાઈકમાં સવાર બાળકીનું થયું. આ ઉપરાંત ભાવનગર શહેરના સિદસર રોડ લીલા સર્કલ નજીક અકસ્માત સર્જાયો હતો. લીલા સર્કલ નજીક બે એક્ટિવા સવારને અડફેટે લીધા હતા, આ અક્સ્માત થયા બાદ કાર મૂકી ચાલક ફરાર થયો હતો. અકસ્માતના પગલે લોકોના ટોળા એકત્ર થયા હતા. મહેસાણા-અમદાવાદ હાઈવે પર ભાસરિયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર ઝાડ સાથે અથડાઈ ખાડામાં ખાબકી હતી. કારને અકસ્માતના પગલે 2 લોકોના મોત નિપજ્યા. જ્યારે 2 લોકો ઈજાગ્રસ્ત થયા. મહેસાણા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી.
સુરતમાં નબીરાએ કાર ઓવરસ્પીડમાં ચલાવતા વિદ્યાર્થીનીનું મોત
સુરતના ડાયમંડ બુર્સ પાસે મોડી રાતે કાર ઓવર સ્પીડના કારણે પલટી મારી હતી. ડાયમંડ બુર્સના ડ્રિમ સીટીના ખુલ્લા રોડ પર ઘટના બની હતી. જેમાં 16 વર્ષીય કિશોરીનું મોત નિપજ્યું છે. કારમાં 4 ટીનેજર્સ સવાર હતા. અન્ય ત્રણને પણ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અલથાન પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. અલથાન પોલીસે કાર ચાલક રાહુલ ચૌધરીની ધરપકડ કરી છે.
મિત્રોને લઈને ફરવા નીકળ્યો હતો રાહુલ
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, રાહુલ કારમાં પોતાના મિત્રોને લઈ ફરવા નીકળ્યો હતો. ઓવર સ્પીડના કારણે રાહુલે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેથી કાર પલટી મારી હતી. 20 ફૂટ જેટલી કાર ઢસડાઈ પલટી મારી હતી અને 16 વર્ષીય દિશા જૈનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં અન્ય ત્રણ મિત્રોને સામાન્ય ઈજા પહોંચી હતી. અલગ અલગ સ્કૂલ અને કોલેજના આ તમામ વિદ્યાર્થીઓ હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે