મુકેશ અંબાણીના 5 ક્રાંતિકારી પ્લાન...જે કરી નાખશે જામનગરની કાયાપલટ, ખાસ જાણો

જામનગર એ ગુજરાતનું એક મહત્વનું શહેર છે. અહીં રિલાયન્સની ઓઈલ રિફાઈનરી છે. જામનગર રિફાઈનરીના 25 વર્ષ પૂરા થયાના અવસરે આયોજિત એક ભવ્ય સમારોહનું આયોજન થયું હતું જેમાં મુકેશ અંબાણીએ આ યોજનાઓ વિશે માહિતી આપી હતી. 

મુકેશ અંબાણીના 5 ક્રાંતિકારી પ્લાન...જે કરી નાખશે જામનગરની કાયાપલટ, ખાસ જાણો

જામનગર રિફાઈનરીને દુનિયાની સૌથી મોટી રિફાઈનિંગ કોમ્પ્લેક્સ બનાવવા માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ 5 પરિવર્તનકારી યોજનાઓનો ખુલાસો હાલમાં જ કર્યો હતો. તેમણે આ ખુલાસો જામનગર રિફાઈનરીના 25 વર્ષ પૂરા થયાના અવસરે આયોજિત એક ભવ્ય સમારોહમાં કર્યો હતો. 25મી વર્ષગાંઠની ઉજવણીમાં ધીરુભાઈ અંબાણીના દુરંદર્શી નેતૃત્વનું સન્માન કરવા માટે કર્મચારીઓ, તેમના પરિવાર અને પ્રમુખ અધિકારીઓ ભેગા થયા હતા જેમના સપનાઓએ જામનગરની સફળતાનો પાયો નાખ્યો હતો. 

રિફાઈનરીની સફરને મુકેશ અંબાણીએ શેર કરી હતી કે કેવી રીતે જામનગર ફક્ત એક જગ્યા નહીં પરંતુ એક સપનાની અભિવ્યક્તિ છે જેણે ભારતના ઉર્જાના પરિદ્રશ્યને બદલી નાખ્યું. અંબાણીએ જામનગર રિફાઈનરીના ઈનોવેશનને પોતાના આગામીયુગમાં આગળ વધારવા માટે પાંચ મહત્વકાંક્ષી યોજનાઓની રૂપરેખા તૈયાર કરી. 

1. દુનિયાની સર્વશ્રેષ્ઠ ઓઈલ રિફાઈનરી
ટીઓઆઈના રિપોર્ટ મુજબ અંબાણીએ જામનગરને દુનિયાની સૌથી શ્રેષ્ઠ ઓઈલ રિફાઈનર તરીકે જાળવી રાખવા પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવી, જેનો હેતુ અદ્વિતિય માપદંડ સ્થાપિત કરવાનો છે. 

2. બેસ્ટ ગીગા ફેક્ટરી
તેમણે એ પણ જણાવ્યું કે કેવી રીતે જામનગર બેસ્ટ ગીગા ફેક્ટરીનું ઘર બનશે. અહીં ક્લીન એનર્જી સોલ્યુસનના નિર્માણમાં અગ્રણી પ્રગતિ અને ગ્રીન એનર્જી ટેક્નોલોજીનું સમર્થન કરનાર અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થશે. 

3. સૌથી મોટું સોલર એનર્જી હબ
અંબાણીએ કહ્યું કે રિલાયન્સ જામનગરને ભારતની રિન્યુઅલ એનર્જી ક્રાંતિનું નેતૃત્વ કરતા સૌથી મોટા સોલર ઉર્જા કેન્દ્ર સ્વરૂપે જુએ છે. 

4. ડિજિટલ ફેક્ટરી
એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર  જામનગરમાં એડવાન્સ્ડ એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લેસ એક અત્યંત આધુનિક ડિજિટલ ફેક્ટરી સ્થાપિત કરાશે. 

5. વનતારા- રિલાયન્સની પ્રકૃતિ અને સંરક્ષણ પહેલ
તેમણે એ પણ જણાવ્યું કે કેવી રીતે જામનગર વનતારા, રિલાયન્સની સમર્પિત પ્રકૃતિ અને સંરક્ષણ પહેલનું કેન્દ્ર બની રહેશે. જેનો હેતુ જૈવ વિવિતા, પશુ સુરક્ષા અને સંરક્ષણ કરવાનો છે જે પર્યાવરણ પ્રત્યે કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news