મુકેશ અંબાણી બાદ આ બિઝનેસમેને તેમના નાનાભાઇનું દેવુ ચૂકવી બચાવ્યા કાનુની સંકટથી
અનિલ અંબાણીના એરિક્શન ગ્રુપને હજારો રૂપિયા ચુકવવાના હતા. છેલ્લા સમય સુધી તેઓ એટલી રકમ ભેગી કરી શકવામાં અસમર્થ રહ્યાં હતા, જેના કારણે તેમનું જેલ જવાનું નક્કી હતું. પરંતુ, છેલ્લા સમયે મુકેશ અંબાણીએ તેમની મદદ કરી અને તેમના ભાઇને જેલ જવાથી બચાવ્યા હતા
Trending Photos
નવી દિલ્હી: પાછલા થોડા દિવસો પહેલા મુકેશ અંબાણી સોશિયલ મીડિયા પર છવાઇ ગયા હતા. તેનું કારણ હતું કે તેમણે તેમના નાના ભાઇ અનિલ અંબાણીને જેલ જવાથી બચાવ્યા હતા. અનિલ અંબાણીના એરિક્શન ગ્રુપને હજારો રૂપિયા ચુકવવાના હતા. છેલ્લા સમય સુધી તેઓ એટલી રકમ ભેગી કરી શકવામાં અસમર્થ રહ્યાં હતા, જેના કારણે તેમનું જેલ જવાનું નક્કી હતું. પરંતુ, છેલ્લા સમયે મુકેશ અંબાણીએ તેમની મદદ કરી અને તેમના ભાઇને જેલ જવાથી બચાવ્યા હતા. મીડિયામાં આ સમાચાર ચર્ચાનો વિષય બન્યો હતો. મુકેશ અંબાણીની જેમ સ્ટીલ કિંગ લક્ષ્મી નિeexવાસ મિત્તલે પણ તેમના નાના ભાઇને આર્થિક મદદ કરી કાનુની સંકટથી બચાવ્યા છે.
સ્ટીલ સેક્ટરના દિગ્ગજ વેપારી લક્ષ્મી મિત્તલે નાણાકીય સંકટથી લડી રહેલા તેમના નાના ભાઇ પ્રમોદની સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશન (એસટીસી)નું દેવું ચુકવવામાં મદદ કરી છે. તેનાથી પ્રમોદને કાયદાકીય સંકટથી બચાવામાં મદદ મળી છે. આ એક અઠવાડીયામાં બીજી વખત છે જ્યારે એક ધનાટ્ય મોટા ભાઇએ સંકટ સામે લડી રહેલા નાના ભાઇની મદદ કરી છે. ગત અઠવાડીએ સૌથી અમીર ભારતીય મુકેશ અંબાણીએ તેમના નાના ભાઇ અનિલ અંબાણીને સ્વીડનની દૂરસંચાર ઉપકરણ કંપની એરિક્સનનું દેવું ચૂકવી તેમને જેલ જવાથી બચાવ્યા છે.
ગ્લોબલ સ્ટીલ હોલ્ડિંગના માલિક પ્રમોદ કુમાર મિત્તલે તેમના 2210 કરોડ રૂપિયાનું દેવું ચુકવવામાં સંપૂર્ણ મદદ માટે આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, હું મારા ભાઇ લક્ષ્મી મિત્તલનો આભાર વ્યક્ત કરું છું, જમણે મને એસટીસીનું દેવું ચુકવવામાં મદદ કરી છે. તેમની આ ઉદારતાના કારણથી સૂપ્રિમ કોર્ટના આદેશનું પાલન કર્યું છે.
મિત્તલ બંધુઓ સ્ટિલ 1994માં વ્યાપારના વિભાજુન થઇ ગયું હતું. ત્યારબાદ મોટાભાઇ દુનિયાના સૌથી મોટા સ્ટીલ ઉત્પાદન કંપની આર્સેલર મિત્તલના પ્રમુખ બની ગયા. નાના ભાઇ પ્રમોદ મિત્તલની કંપનીઓ ગ્લોબલ સ્ટીલ હોલ્ડિંગ્સ લિમિટડ અને ગ્લોબલ સ્ટીલ ફિલિપાઇન્સ ઇન્ક. સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એસટીસી) ની બાકી રકમ ચૂકવવામાં નિષ્ફળ ગઈ. ત્યારબાદ સાર્વજનિક વિસ્તારની આ કંપનીએ તેમની સામે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે