અમૂલ રૂ.72,000 કરોડનું ટર્ન ઓવર હાંસલ કરી બની ભારતની સૌથી મોટી એફએમસીજી બ્રાન્ડ

1973માં માત્ર 6 સભ્યો અને રૂ.121 કરોડના ટર્નઓવર સાથે શરૂ કરાયેલી જીસીએમએમએફ હાલમાં ગુજરાતમાં 18 સભ્ય સંઘ ધરાવે છે અને 3 કરોડ લીટરથી વધારે દૂધ એકત્રિત કરે છે. રૂ.72,000 કરોડ (9 અબજ યુએસ ડોલર) નું ટર્નઓવર કરીને અમૂલ ભારતની સૌથી મોટી એફએમસીજી બ્રાન્ડ બની છે.

અમૂલ રૂ.72,000 કરોડનું ટર્ન ઓવર હાંસલ કરી બની ભારતની સૌથી મોટી એફએમસીજી બ્રાન્ડ

Amul turnover in 2022-23: ગુજરાતના તમામ ડેરી સહકારી સંઘની મધ્યસ્થ સંસ્થા અને અમૂલ બ્રાન્ડનું માર્કેટીંગ કરતી સંસ્થા ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (જીસીએમએમએફ) હાલમાં તેનું ગોલ્ડન જ્યુબિલી વર્ષ મનાવી રહી છે. 1973માં માત્ર 6 સભ્યો અને રૂ.121 કરોડના ટર્નઓવર સાથે શરૂ કરાયેલી જીસીએમએમએફ હાલમાં ગુજરાતમાં 18 સભ્ય સંઘ ધરાવે છે અને 3 કરોડ લીટરથી વધારે દૂધ એકત્રિત કરે છે. રૂ.72,000 કરોડ (9 અબજ યુએસ ડોલર) નું ટર્નઓવર કરીને અમૂલ ભારતની સૌથી મોટી એફએમસીજી બ્રાન્ડ બની છે. અમૂલ કે જેને હાલમાં દુનિયામાં 8મા નંબરની સૌથી મોટી ડેરી સંસ્થા ગણવામાં આવે છે તેણે વર્ષ 2022-23માં તેના ગ્રુપ ટર્નઓવરમાં વધુ રૂ.11,000 કરોડનો ઉમેરો કર્યો છે.

શનિવારે યોજાયેલી જીસીએમએમએફની 49મી વાર્ષિક સામાન્ય સભા પછી જીસીએમએમએફના ચેરમેન શામળભાઈ પટેલે માહિતી આપી હતી કે વર્ષ 2022-23માં સંસ્થાએ 18.5 ટકાની વૃધ્ધિ હાંસલ કરી છે. છેલ્લા 50 વર્ષમાં આપણે ડેરી ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સેતુ બનવાના સિદ્ધાંત પર સાચા રહેવામાં સફળ રહ્યા છીએ. અમૂલને પેઢીઓ સુધી દરેક ભારતીયની પ્રિય બ્રાન્ડ બનાવી છે. ડેરી ક્ષેત્રના અમૂલ મોડલે ખેડૂતોના આર્થિક અને સામાજીક વિકાસ સફળ અને આત્મનિર્ભર તેમજ અર્થક્ષમ આપીને ભારતને દુનિયામાં ગૌરવ અપાવ્યું છે. આપણે ગૌરવપૂર્વક કહી શકીએ તેમ છીએ કે ગુજરાતના ડેરી ક્ષેત્રના ખેડૂતોએ એક એવુ મોડલ તૈયાર કર્યું છે કે જેની ખૂબ ઓછા લોકો કલ્પના કરી શકે તેમ, 36 લાખ ડેરી ક્ષેત્રના ખેડૂતો  આ બ્રાન્ડના સાચા માલિક છે.”

મજબૂત અને સુગમ પધ્ધતિઓ તેમજ પ્રક્રિયાઓ મારફતે આપણે આપણાં દુનિયાના ગ્રાહકો સુધી પહોંચીને આગામી બે થી ત્રણ વર્ષમાં રૂ.1 લાખ કરોડનું ટર્નઓવર હાંસલ કરવાનો ઉદ્દેશ ધરાવીએ છીએ.

“નાણાંકિય વર્ષ 2022-23 દરમ્યાન આપણે આપણી મોટાભાગની ફ્લેગશીપ કેટેગરીમાં વિવિધ સિમાચિહ્નો હાંસલ કર્યા છે. અમૂલના દૂધ આધારિત પીણાંમાં 34 ટકાની વૃધ્ધિ થઈ છે. અમૂલ આઈસ્ક્રિમમાં 40 ટકા જેટલી વૃધ્ધિ નોંધાઈ છે. અમૂલ બટરમાં 19 ટકા, તથા અમૂલ ઘીના કન્ઝ્યુમર પેકમાં 9 ટકાનો વધારો નોંધાયો છે. અમૂલ લોન્ગલાઈફ મિલ્કમાં 20 ટકાની વૃધ્ધિ, અમૂલ દહીંમાં 40 ટકાની વૃધ્ધિ, અમૂલની તાજી છાશમાં 16 ટકાની અસરકારક વૃધ્ધિ, અને આપણી સૌથી મોટી પ્રોડક્ટ કેટેગરી અમૂલ તાજા દૂધમાં પ્રભાવશાળી 20 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. આપણે મોટાભાગની કન્ઝ્યુમર પ્રોડક્ટસમાં હાઈવોલ્યુમ ગ્રોથ નોંધાવ્યો છે” તેમ જીસીએમએમએફના ઈનચાર્જ એમડી જયેન મહેતાએ જણાવ્યું.

જીસીએમએમએફના વાઈસ ચેરમેન વલમજી હુંબલએ જણાવ્યું કે, “ભારતની વસતિમાં વધારાની અને માથાદીઠ આવક વૃધ્ધિ સાથે, પ્રક્રિયાથી આવનારા વર્ષોમાં સંસ્થાની વૃધ્ધિને પ્રોત્સાહન મળશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આપણે એવા વ્યૂહાત્મક પ્રયાસો હાથ ધરી રહ્યા છીએ કે જેનાથી આપણી હાજરી ભારતના દરેક શહેર, નગર અને ગામમાં વર્તાશે. વિશ્વનું ડેરી માર્કેટ પણ વૃધ્ધિની નોંધપાત્ર તકો ધરાવે છે. આપણે હાલમાં 50થી વધુ દેશમાં હાજરી ધરાવીએ છીએ અને વ્યૂહાત્મક બજારોમાં આપણી હાજરી વિસ્તારવા માટે સક્રિય છીએ.”

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news