સસ્તુ થઈ શકે છે પેટ્રોલ-ડીઝલ, 5 રૂ. સુધી એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવા પર સરકારની વિચારણા
પેટ્રોલ ડીઝલના ભાવોમાં ગુરુવારે ક્રમશે 15 પૈસા અને 20 પૈસા પ્રતિ લીટરનો વધારો કરાયો છે. પેટ્રોલ ડીઝલના વધતા ભાવથી ચિંતિત સરકાર તેની અર્થવ્યવસ્થા પર પડનારી પ્રતિકૂળ અસરોને રોકવાના વિકલ્પો પર વિચાર કરી રહી છે.
Trending Photos
નવી દિલ્હી: પેટ્રોલના ભાવ દિલ્હીમાં ગુરુવારે 84 રૂપિયે પહોંચી ગયાં. આ બધા વચ્ચે હવે પેટ્રોલ ડીઝલના વધતા ભાવ સરકાર માટે માથાનો દુખાવો બની રહ્યો છે. સરકાર ભાવ ઓછા કરવા માટે એક્સાઈઝ ડ્યૂટી ઓછી કરવા પર ચર્ચા કરી રહી છે. આ અંગે દિલ્હીમાં એક બેઠક થઈ રહી છે. એવી શક્યતા છે કે સરકાર એક્સાઈઝ ડ્યૂટીમાં 5 રૂપિયા સુધીનો ઘટાડો કરી શકે છે.
પેટ્રોલ ડીઝલના ભાવોમાં ગુરુવારે ક્રમશે 15 પૈસા અને 20 પૈસા પ્રતિ લીટરનો વધારો કરાયો છે. પેટ્રોલ ડીઝલના વધતા ભાવથી ચિંતિત સરકાર તેની અર્થવ્યવસ્થા પર પડનારી પ્રતિકૂળ અસરોને રોકવાના વિકલ્પો પર વિચાર કરી રહી છે. સૂત્રોએ જાણકારી આપી કે અંગે બુધવારે સાંજે નાણામંત્રી અરુણ જેટલીએ અહીં પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાથે મુલાકાત કરી. પબ્લિક ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ગુરવારે જારી કરેલા નોટિફિકેશનમાં જણાવ્યું કે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ક્રમશ 15 પૈસા અને 20 પૈસા પ્રતિ લીટરનો વધારો કરાયો છે. આ વૃદ્ધિ બાદ દિલ્હીમાં પેટ્રોલ હવે 84 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 75.45 રૂપિયા પ્રતિ લીટર પહોંચ્યું છે. આ બંનેનો અત્યાર સુધીનો સૌથી વધુ ભાવ નોંધાયો છે.
પેટ્રોલીયમ પેદાશોના વધતા ભાવોથી ખેડૂતોની પહેલેથી જ બદહાલ સ્થિતિ વધુ ખરાબ થવાની આશંકા છે. ખાસ કરીને રવી પાક પર તેનો ખુબ વધુ પ્રભાવ પડવાનું અનુમાન છે. ડીઝલ હાલ રેકોર્ડ ઉચ્ચ કિંમત પર વેચાઈ રહ્યું છે. કૃષિ ક્ષેત્રમાં તે સૌથી વધુ વપરાય છે. ખેતર ખેડવા માટે ટ્રેક્ટરથી લઈને સિંચાઈના પંપસેટમાં ડીઝલનો જ ઉપયોગ થાય છે. આથી ડીઝલ મોંઘુ થવાથી ખેડૂતો પર તેની સીધી અસર પડી રહી છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે બંને મંત્રીઓએ ક્રુડ ઓઈલની વધતી આંતરરાષ્ટ્રીય કિંમતો તથા રૂપિયાને રેકોર્ડ નીચલા સ્તર સુધી ગગડતા થનારી અસરોને દૂર કરવા પર ચર્ચા કરી. આ સાથે જ સબ્સિડીવાળો ઘરેલુ રસોઈ ગેસ સિલિન્ડર પણ પહેલીવાર 500 રૂપિયા પ્રતિ સિલિન્ડરને પાર કરી ગયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે