આર્થિક પેકેજમાં કયા સેક્ટરને કેટલું? સાંજે 4 વાગે જણાવશે નિર્મલા સીતારમણ
કોરોના સંકટ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કરતા 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આ પેકેજથી અર્થવ્યવસ્થાની ગાડી પાટા પર દોડવા લાગશે.
Trending Photos
નવી દિલ્હી: કોરોના સંકટ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કરતા 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આ પેકેજથી અર્થવ્યવસ્થાની ગાડી પાટા પર દોડવા લાગશે. આ આર્થિક પેકેજનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થશે તે વાતની જાણકારી આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ સાંજે 4 વાગે પત્રકાર પરિષદ યોજી વિગતવાર જાણકારી આપશે.
આર્થિક પેકેજ સાથે સંકળાયેલી જાણકારી આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ જણાવશે. નાણામંત્રીના આથિક સલાહકાર સંજીવ સાન્યાલે કહ્યું હતું કે બે-ત્રણ સ્ટેજમાં આ જાણકારી સામે આવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પેકેજથી સમાજના દરેક વર્ગને મદદ મળશે.
અત્રે ઉલ્લેખનીય છે આ આર્થિક પેકેજ ભારતને 'આત્મ નિર્ભર' બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. પીએમ મોદીએ કહ્યું કે RBI ના નિર્ણયને જોડતાં આ પેકેજ લગભગ 20 લાખ કરોડનું છે, જોકે GDP ના 10% છે. આ આર્થિક પેકેજ વિશે નાણામંત્રી વિસ્તાર પૂર્વક જાણકારી આપશે.
અત્રે જણાવવાનું કે મંગળવારે પીએમ મોદીએ કોરોના કાળમાં આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલી દેશની ઈકોનોમીને બુસ્ટ કરવા માટે 20 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી. પીએમ મોદીએ કહ્યું કે 20 લાખ કરોડ રૂપિયાનું આ પેકેજ ભારતની જીડીપીના લગભગ 10 ટકા છે. જેના દ્વારા દેશના વિભિન્ન વર્ગો અને આર્થિક કડીઓને જોડવામાં બળ મળશે. 20 લાખ કરોડ રૂપિયાનું આ પેકેજ 2020માં દેશની વિકાસ યાત્રાને આત્મનિર્ભર ભારત અભિયાનને એક નવી ગતિ આપશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે