Gold: ભારતમાં આ રાજ્યમાં મળે છે સૌથી સસ્તું સોનું! અહીંના લોકો પાસે છે અઢળક ગોલ્ડ
શું તમને ખબર છે કે ભારતમાં એક રાજ્ય એવું પણ છે જ્યાં તમે સસ્તામાં સોનું ખરીદી શકો છો. પ્રતિ વ્યક્તિ સૌથી વધુ સોનું ધરાવનારામાં પણ ભારતનું આ રાજ્ય સૌથી આગળ છે. જાણો ભારતનું એવું કયું રાજ્ય છે જ્યાં દેશમાં સસ્તું સોનું મળે છે અને અહીં લોકો પાસે કેટલું સોનું છે.
Trending Photos
દુનિયામાં સોનાનો ભાવ દરેક જગ્યાએ અલગ અલગ હોય છે. ત્યાંથી તમે જોઈએ એટલું સોનું ખરીદી શકો એવું નથી, તમે મર્યાદિત પ્રમાણમાં સોનાની ખરીદી કરીને ભારત લાવી શકો છો. ભારતની વાત કરીએ તો ભારતમાં સોનાનો ભાવ રાજ્યો અને શહેરોમાં અલગ અલગ હોય છે. દેશના વિવિધ રાજ્યોમાં સોનાનો ભાવ અલગ અલગ હોવા પાછળ અનેક કારણો હોય છે. જેમ કે ટેક્સ, ઈમ્પોર્ટ ડ્યૂટી, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ અને લોકલ ડિમાન્ડ. પરંતુ શું તમને ખબર છે કે ભારતમાં એક રાજ્ય એવું પણ છે જ્યાં તમે સસ્તામાં સોનું ખરીદી શકો છો. પ્રતિ વ્યક્તિ સૌથી વધુ સોનું ધરાવનારામાં પણ ભારતનું આ રાજ્ય સૌથી આગળ છે. જાણો ભારતનું એવું કયું રાજ્ય છે જ્યાં દેશમાં સસ્તું સોનું મળે છે અને અહીં લોકો પાસે કેટલું સોનું છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ ભારતમાં સૌથી સસતું સોનું કેરળમાં મળે છે. કેરળમાં સોનું સસ્તું હોવા પાછળ અનેક કારણો છે જેમાંનું એક કારણ અહીંના નજીકના પોર્ટ્સથી ગોલ્ડની આયાત સામેલ છે. જેનાથી ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઘણી ઘટી જાય છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ અહીં ગોલ્ડના વેપારીઓ વચ્ચે ટેક્સ ચોરી પણ સામાન્ય છે. ટેક્સ ચોરી થવાથી બચતનો લાભ આ વેપારીઓ ગ્રાહકોને ઓછા ભાવે ગોલ્ડ તરીકે આપે છે. જેના પરિણામ સ્વરૂપે કેરળમાં સોનું દેશના અન્ય ભાગોની સરખામણીએ સસ્તું મળી રહે છે.
કેટલો છે ગોલ્ડનો વપરાશ
28 નવેમ્બરે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 7750 રૂપિયા હતો. જ્યારે કેરળમાં આ સોનું 7735 રૂપિયા હતો. આ નાનકડું અંતર પણ સોનાના વેચાણ પર મોટો પ્રભાવ પાડે છે. કેરળમાં પ્રતિવ્યક્તિ સોનું સરેરાશ અન્ય રાજ્યો કરતા વધુ છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યાં મુજબ કેરળનો વાર્ષિક સોના વપરાશ 200-225 ટન છે. જે એ સાબિત કરે છે કે રાજ્યમાં સોના પ્રત્યે લોકોનું આકર્ષણ કેટલું વધુ છે.
કેરળ બાદ ક્યાં વેચાય છે સસ્તું સોનું
કેરળ બાદ કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યો પણ સસ્તા સોનાની યાદીમાં આવે છે. જો કે કેરળનું નામ સૌથી પહેલા નંબરે રહેવાનું કારણ અહીંની આર્થિક અને ભૌગોલિક સ્થિતિ કારણભૂત કહી શકાય જે તેને સોનાના વેપાર માટે એક પ્રભાવી હબ બનાવે છે. આ કારણે કેરળના લોકો સોનાના સૌથી મોટા સંરક્ષક પણ મનાય છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે