આવતી કાલથી બંધ થઈ જશે ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ? આજે સરકારની Deadline થશે ખતમ
શું બે દિવસમાં ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ બંધ થઈ જશે? શું ભારત સરકાર આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને બે દિવસ પછી બ્લોક કરી દેશે? વાત જાણે એમ છે કે ભારતીય માઈક્રોબ્લોગિંગ સાઈટ કૂ (Koo) એ શનિવારે કહ્યું કે તેણે આ મહિનાના અંત સુધીમાં નિર્ધારિત સમયમર્યાદા પહેલા જ ડિજિટલ પ્લેટફોર્મ માટે નવા દિશાનિર્દેશનું પાલન કરી લીધુ છે. પરંતુ અન્ય કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મે હજુ સુધી આમ કર્યું નથી.
Trending Photos
Facebook, Twitter and Instagram in India Update: આજના સમયમાં ટ્વિટર, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, યૂટ્યુબ જેવી તમામ સોશિયલ સાઈટ્સ ભારતના કરોડો લોકોના જીવનનો હિસ્સો બની ગઈ છે. પરંતુ મંગળવારથી આ બધી સોશિયલ મીડિયા સાઈટ્સ બંધ થઈ જશે એવી ચર્ચા દેશમાં જોરશોરમાં છે. તો આખરે આ ચર્ચા કેમ થઈ રહી છે?
નિરંકુશ થઈ રહ્યું છે સોશિયલ મીડિયા?
દેશમાં અનેક વર્ગ આરોપ લગાવી રહ્યા છે કે સોશિયલ મીડિયા નિરંકુશ થઈ રહ્યું છે. ત્યારબાદ સરકારે સોશિયલ મીડિયા કંપનીઓને ફરિયાદ અને નિગરાણી માટે ભારતમાં ઓફિસ નિયુક્ત કરવાના નિર્દેશ આપ્યા હતા. પરંતુ ભારતીય સોશિયલ મીડિયા કંપની કૂને બાદ કરતા કોઈ પણ સોશિયલ મીડિયા કંપનીએ તે નિર્દેશોનું પાલન કર્યું નથી.
સરકાર તરફથી 25મી ફેબ્રુઆરીના રોજ અપાયેલા નિર્દેશોની સમયમર્યાદા આજે પૂરી થઈ રહી છે. ત્યારબાદ હવે એવું કહેવાય છે કે સરકાર આ સોશિયલ મીડિયા કંપનીઓ પર કાર્યવાહી કરી શકે છે.
સરકારે આપ્યા હતા આ નિર્દેશ
ટ્વિટર અને ફેસબુક જેવી કંપનીઓને સરકારે ગાઈડલાઈન બનાવવા માટે 3 મહિનાનો સમય આપ્યો હતો. જેની સમયમર્યાદા આજે ખતમ થઈ રહી છે. અત્યાર સુધીમાં માત્ર ભારતીય કંપની કૂ એ જ આ નિર્દેશોનું પાલન કર્યું છે. અન્ય કોઈ પણ કંપનીએ સરકારને જવાબ આપ્યો નથી.
કેન્દ્રએ આ વર્ષની 25 ફેબ્રુઆરીના રોજ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયા કંપનીઓ માટે આકરા નિયમોની જાહેરાત કરી હતી. જે હેઠળ તેમને રિપોર્ટ કરાયેલી સામગ્રીને 36 કલાકમાં હટાવવી પડશે અને ભારતમાં કામ કરનારા કોઈ અધિકારી સાથે એક ફરિયાદ નિવારણ સિસ્ટમ બનાવવી પડશે.
આ નિયમો મુજબ સોશિયલ મીડિયા કંપનીઓએ ભારતમાં પોતાના ઓફિસર અને કોન્ટેક્ટ એડ્રસ આપવા પડશે. આ સાથે જ કમ્પલાયન્સ અધિકારીની નિયુક્તિ, ફરિયાદ-સમાધાન, આપત્તિજનક કન્ટેન્ટની નિગરાણી, કમ્પલાયન્સ રિપોર્ટ અને આપત્તિજનક સામગ્રીને હટાવવા જેવા નિયમો સામેલ છે.
હકીકતમાં છેલ્લા કેટલાક વર્ષોથી સોશિયલ મીડિયાનો ઉપયોગ ખુબ જ ખરાબ રીતે થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા દ્વારા અફવાઓ ફેલાવવી, આપત્તિજનક કન્ટેન્ટ શેર કરવું, દેશમાં ખરાબ માહોલ કરવા જેવા કામ સતત થઈ રહ્યા છે. અનેકવાર આવા મામલા કોર્ટ સુધી પહોંચ્યા છે. સરકારના વારંવાર નિર્દેશ છતા અત્યાર સુધીમાં સોશિયલ મીડિયા કંપનીઓ તરફથી કોઈ નક્કર પગલા લેવાયા નથી. ત્યારબાદ સરકારે સોશિયલ મીડિયા કંપનીઓને એક કડક ગાઈડલાઈન બનાવવાનો નિર્દેશ આપ્યો હતો.
શું હોઈ શકે છે એક્શન?
સૂત્રોના જણાવ્યાં મુજબ જો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ નિયમોનું પાલન નહીં કરે એટલે કે ગાઈડલાઈન નહીં બનાવે તો તેમને અપાયેલી અનેક સુવિધાઓ સરકાર ખતમ કરી શકે છે. જેમાં સૌથી મોટી સુવિધા સોશિયલ મીડિયા કંપનીઓની કોર્ટમાં પાર્ટી નહીં બનાવવાની હતી જે હવે ખતમ થઈ શકે છે. એટલે કે આ કંપનીઓને કોર્ટમાં પાર્ટી બનાવી શકાય છે.
સવાલ એ પણ છે કે આજે જ્યારે સરકાર દ્વારા અપાયેલી નિર્ધારિત સમય મર્યાદા ખતમ થઈ જશે તો શું થશે? જેનો જવાબ છે કે ભારત સરકાર આ કંપનીઓ વિરુદ્ધ કડક પગલું લઈ શકે છે. કંપનીઓને IT Act 2000 ની સેક્શન 79 હેઠળ જે પ્રોટેક્શન મળે છે તે ખતમ થઈ શકે છે. સેક્શન 79 એ સુનિશ્ચિત કરે છે કે જો આ કંપનીઓના પ્લેટફોર્મ પર કોઈ વ્યક્તિ ગેરકાયદેસર માહિતી શેર કરે તો તેના માટે આ કંપનીઓ જવાબદાર નહીં હોય.
જો કે સરકારે 25 ફેબ્રુઆરીના રોજ જે દિશા નિર્દેશ આપેલા હતા તેમાં કહ્યું હતું કે જો કોર્ટ અને સરકારના આદેશ બાદ પણ આ કંપનીઓ કોઈ કન્ટેન્ટને નહીં હટાવે તો સેક્શન 79 હેઠળ તેમની પાસેથી આ અધિકાર છીનવી લેવાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે