મૂછો રાખવા મામલે દલિત યુવક પર હુમલો, વચ્ચે પડેલી બહેનને પણ માર માર્યો
Trending Photos
- ધમા ઠાકોર અને અન્ય માણસોનું ટોળું સુરેશના ઘરે આવી માર મારતાં સુરેશની બહેન તરૂણાબેન અને પિતા મગનભાઈ છોડાવવા વચ્ચે પડતા તેમને પણ માર માર્યો
ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદના વિરમગામ તાલુકમાં લાંબી મૂંછ રાખવા પર એક દલિત યુવક પર ગામના શખ્સોએ હુમલો કર્યો હતો. આ ઘટનામાં અત્યાર સુધી 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના રવિવારે બની હતી
યુવક પર 3 લોકોએ મૂંછ રાખવા બાબતે હુમલો કર્યો હતો
આ વિશે પોલીસ સબ ઈન્સ્પેક્ટર ડીએસ વ્યાસે જણાવ્યું કે, અનુસૂચિત જાતિના સુરેશ મગનભાઈ વાઘેલાએ ફરિયાદ કરી છે કે, લાંબી મૂછ રાખવાના કારણે અન્ય વર્ગના 11 લોકોએ તેના પર હુમલો કર્યો હતો. હાલ સુરેશ વાઘેલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ કેસમાં ફરિયાદ બાદ અમે ત્રણ લોકોની ધરપકડ કરી છે.
ઘરની બહાર બોલાવીને સુરેશ પર હુમલો કરાયો
સુરેશ વાઘેલાએ જણાવ્યું કે, તે કરાકથલ ગામમા રહે છે. ગામના જ ધમા ઠાકોર નામના શખ્સે સુરેશને ફોન કરી બોલાવતાં તેણે કાલે મળીશ એમ કહ્યું હતું. રવિવારે તેના ઘરની બહાર કેટલાક ઠકોર સમાજના લોકો પહોંચ્યા હતા. ઠાકોર સમાજની આગેવાનીમાં આવેલા આ લોકોએ તેને લાંબી મૂંછ રાખવા પર જાતિવાદી ગાળો આપી હતી. તેણે ફરિયાદમાં કહ્યું કે, આ તમામ લોકો ધારદાર હથિયાર અને દંડા સાથે લઈને આવ્યા હતા. બોલાચાલી બાદ તેઓએ તેના પર હુમલો કર્યો હતો. ત્યારે ધમા ઠાકોર અને અન્ય માણસોનું ટોળું સુરેશના ઘરે આવી માર મારતાં સુરેશની બહેન તરૂણાબેન અને પિતા મગનભાઈ છોડાવવા વચ્ચે પડતા તેમને પણ માર માર્યો હતો.આ હુમલામાં વચ્ચે પડેલી તેની બહેન પણ ઘાયલ થઈ હતી. તેના હાથ પર લાકડીઓના મારથી ફ્રેક્ચર થયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે