ખોટો ઇન્શ્યોરન્સ ક્લેમ એપ્લાય કરવું પડશે ભારે, સીધા થઈ જશો બ્લેકલિસ્ટ

ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી IRDAIનું માનવું છે કે, ભારતમાં મોટાભાગે લોકોમાં ધારણા છે કે, પ્રાઇવેટ હોસ્પિટલમાં બિનજરૂરી ડાયગ્નોસ્ટિકને પ્રોત્સાહન આપવામાં આવે છે. જેના કારણે દેશમાં કડક હેલ્થ પ્રોટોકોલ બનાવવાની જરૂરીયાત છે. જેમાં ઈન્શ્યોરન્સ કંપનીઓ, TPA અને હોસ્પિટલની સાથે આવી એક અવકાશની અંદર કાર્ય કરો.
ખોટો ઇન્શ્યોરન્સ ક્લેમ એપ્લાય કરવું પડશે ભારે, સીધા થઈ જશો બ્લેકલિસ્ટ

નવી દિલ્હી: ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી IRDAIનું માનવું છે કે, ભારતમાં મોટાભાગે લોકોમાં ધારણા છે કે, પ્રાઇવેટ હોસ્પિટલમાં બિનજરૂરી ડાયગ્નોસ્ટિકને પ્રોત્સાહન આપવામાં આવે છે. જેના કારણે દેશમાં કડક હેલ્થ પ્રોટોકોલ બનાવવાની જરૂરીયાત છે. જેમાં ઈન્શ્યોરન્સ કંપનીઓ, TPA અને હોસ્પિટલની સાથે આવી એક અવકાશની અંદર કાર્ય કરો.

ખાનગી હોસ્પિટલ કરે છે બિનજરૂરી ટેસ્ટ્સ
IRDAIના ચેરમેન સુભાષચંદ્ર ખુંટિયાના જણાવ્યા અનુસાર પ્રાઇવેટ સેક્ટર પ્રત્યે લોકોમાં ખોટી ધારણાઓ છે કે ખાનગી હોસ્પિટલમાં જરૂરિયાતથી વધારે ડાયગ્નોસ્ટિક કરવામાં આવે છે. જો કે, જાપાન જેવા વિકસિત દેશમાં મહિલાઓમાં સી-સેક્શનના આંકડા માત્ર 20 ટકા છે પરંતુ ભારતના ઘણા રાજ્યોમાં આ આંકડો 80થી 90 ટકા છે. ખુંટિયાનું એ પણ માનવું છે કે, દેશમાં હેલ્થ રેગ્યુલેટરીની અછત છે તેથી હોસ્પિટલની ક્વોલિટી કંટ્રોલ પર કામ કરવાની જરૂરીયાત છે જેમાં હોસ્પિટલ્સ સામેથી આગળ આવી યોગ્ય ડિસ્ક્લોઝર આપવું જોઇએ.

પસંદ કરો પોલિસી
CIIની નેશનલ હેલ્થ સમિટમાં સુભાષચંદ્ર ખુંટિયાએ ઇન્શ્યોરન્સ કંપનીઓને સૂચન કર્યા હતા કે, તેમમે ડાયાબિટિઝ, કિડની અને દિલ જેવી બીમારીનું કવરેજની પસંદગીની પોલિસી લોન્ચ કરવી જોઇએ. સાથે જ કંપનીઓને સીનિયર સિટીઝન માટે સ્પેશિયલ પોલિસી બનાવવા પર વિચાર કરવો જોઇએ.

નકલી ક્લેમ પડશે ભારે
IRDAI દેશમાં ખોટા ક્લેમને ઘટાડવા માટે મોટા પ્રમાણમાં કામ કરી રહી છે, કેમ કે, ભારતમાં હેલ્થ ઈન્શ્યોરન્સમાં કુલ ક્લેમના 15 ટકા એટલે કે, 800 કરોડનો ક્લેમ ફ્રોડ હોય છે. જેનાથી સમાન્ય પોલિસી હોલ્ટર્સને નુકસાન થઈ રહ્યું છે અન ફ્રોડ ક્લેમને રોકવા માટે ઈન્શ્યોરન્સ કંપનીઓથી લઇને નેશનલ હેલ્થ ઓથોરિટી સાથે મળીને સેન્ટ્રલાઇઝ્ડ ડેટા બેઝ તૈયરા કરી રહ્યું છે. હેલ્થ ઇન્ફોર્મેશન સિસ્ટમમાં ઇન્શ્યોરન્સ કંપનીઓ, TPA, હોસ્પિટલ, NDHM સાથે જોડાશે. નવી સિસ્ટમ દ્વારા ફ્રોડ કરનાર લોકોને સીધા બ્લેક લિસ્ટ કરવામાં આવશે.

ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી IRDAIના એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટર સુરેશ માથુરના જણાવ્યા અનુસાર ઈન્શ્યોરન્સ સેક્ટરમાં ફ્રોડ ક્લેમ રોકવું જરૂરી છે. કેમ કે, ફ્રોડ ક્લેમની કારણે સમાન્ય પોલિસી હોલ્ડરને વધારે પ્રિમિયમ આઆપવું પડી રહ્યું છે. તેમાં પ્રક્રિયાથી જોડાયેલા તમામ પક્ષોને એક સાથે જોડવાથી ફ્રોડ ક્લેમ પર લગામ લગાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news