Gold Rate Today: અઠવાડિયાના પહેલા દિવસે સોના-ચાંદી ઉછળ્યા, લેવાનું વિચારતા હોવ તો થોભો! પહેલા ચેક કરી લો રેટ
બુલિયન માર્કેટમાં સોનાની ચમક જોવા મળી રહી છે. અમેરિકી સેન્ટ્રલ બેંકના નિર્ણયથી વિદેશી અને ઘરેલુ બજારોમાં સ્થિરતા જોવા મળી. ઘરેલુ વાયદા બજારમાં સોનું 62100 ને પાર ગયું છે. ચાંદીની કિંમતમાં પણ તેજી આવી છે.
Trending Photos
Gold Price Today: બુલિયન માર્કેટમાં સોનાની ચમક જોવા મળી રહી છે. અમેરિકી સેન્ટ્રલ બેંકના નિર્ણયથી વિદેશી અને ઘરેલુ બજારોમાં સ્થિરતા જોવા મળી. ઘરેલુ વાયદા બજારમાં સોનું 62100 ને પાર ગયું છે. ચાંદીની કિંમતમાં પણ તેજી આવી છે. વાત જાણે એમ છે કે US FED ની પોલીસી મીટિંગ ચાલુ અઠવાડિયામાં જ છે, જેમાં વ્યાજ દર અંગે નિર્ણય લેવાશે. આથી રોકાણકારોની નજર ફેડ મીટિંગ પર છે.
ઘરેલુ બજારમાં સોના ચાંદી
MCX પર સોનાના ભાવમાં 140 રૂપિયા વધારો થયો છે. 10 ગ્રામ સોનું 62100 રૂપિયાના સ્તરે જોવા મળ્યું. જ્યારે સોનાનું ઓલ ટાઈમ હાઈ લેવલ 64063 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ચાંદીની કિંમતમાં પણ આજે વધારો થયો છે. MCX પર ચાંદી 267 રૂપિયા ઉછળીને 72040 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી છે.
ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનું
ફેડની મીટિંગ પહેલા સોના અને ચાંદી બંનેના ભાવમાં સ્થિરતા જોવા મળી. કોમેક્સ પર સોનાનો ભાવ 2024 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદીની કિંમત પણ 23 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ છે.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 185 રૂપિયા ચડીને 62497 રૂપિયા જોવા મળ્યું છે. જ્યારે 916 પ્યોરિટીવાળું સોનું હાલ 169 રૂપિયા ઉછળીને 57247 રૂપિયાના સ્તરે પહોંચ્યું છે. ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદી મામૂલી 55 રૂપિયાની તેજી સાથે 71354 રૂપિયાના સ્તરે જોવા મળી રહી છે.
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે