Gold Rate Today: ઉથલપાથલ વચ્ચે સોનામાં આજે ફરીથી જોવા મળ્યો કડાકો, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ

Gold Rate: ભારતીય શરાફા બજારમાં આજે ભારે ઉથલપાથલ વચ્ચે સોનાનો ભાવ ઘટેલો જોવા મળ્યો. શુક્રવારથી જે રીતે ભાવમાં મંદી જોવા મળી રહી છે તે આજે પણ બજાર ખુલતા જોવા મળી

Gold Rate Today: ઉથલપાથલ વચ્ચે સોનામાં આજે ફરીથી જોવા મળ્યો કડાકો, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ

ભારતીય શરાફા બજારમાં આજે ભારે ઉથલપાથલ વચ્ચે સોનાનો ભાવ ઘટેલો જોવા મળ્યો. શુક્રવારથી જે રીતે ભાવમાં મંદી જોવા મળી રહી છે તે આજે પણ બજાર ખુલતા જોવા મળી અને ભાવમાં 223નો કડાકો જોવા મળ્યો જે બજાર બંધ થતા 348 રૂપિયા સુધી પહોંચી ગયો અને ભાવ 62192ના સ્તરે બંધ થયો. ચાંદી પણ કડાકો જોવા મળ્યો છે. 

આજના સોના અને ચાંદીના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું શુક્રવારે બજાર બંધ થયું હતું ત્યારે 62540 રૂપિયાના સ્તરે હતું જે આજે જ્યારે બજાર બંધ થયું તો 348 રૂપિયા ઘટીને 62192 રૂપિયાના સ્તરે જોવા મળ્યું. એ જ રીતે 916 પ્યોરિટીવાળા ગોલ્ડના ભાવમાં 319 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો અને ભાવ 56968 રૂપિયાના સ્તરે જોવા મળ્યો છે. ચાંદીની વાત કરીએ તો બજાર બંધ થયું ત્યારે  ચાંદી 164 રૂપિયા પ્રતિ કિલો ઘટીને 71386 રૂપિયાના સ્તરે જોવા મળી. 

No description available.

મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 

ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news