Gold Silver Price Today: દશેરાના દિવસે સોના-ચાંદીના ભાવમાં વધારો, જાણો તમારા શહેરમાં શું છે કિંમત

Gold Silver Price Today જો તમે દશેરાના દિવસે સોના અને ચાંદીની ખરીદી કરી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. તહેવારોમાં સોના અને ચાંદીની વધતી માંગને કારણે બંનેના ભાવમાં તેજી જોવા મળી રહી છે. 
 

Gold Silver Price Today: દશેરાના દિવસે સોના-ચાંદીના ભાવમાં વધારો, જાણો તમારા શહેરમાં શું છે કિંમત

નવી દિલ્હીઃ Gold Silver Price Today: દશેરાનો તહેવાર લોકો માટે અનેક ખુશીઓ લઈને આવે છે. આ દિવસે સોના અને ચાંદી જેવી ધાતુઓની માંગ વધી જાય છે, કારણ કે લોકો તેને સંપન્નતાનું પ્રતીક માનતા તેની ખરીદી કરે છે. પરંતુ વધેલી માંગને કારણે દેશમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે. 

એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી ધાતુઓની કિંમતમાં તેજી વચ્ચે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાની કિંમત મંગળવારે 980 રૂપિયા વધી 10 ગ્રામ માટે 51718 રૂપિયા થઈ ગઈ. ચાંદીની કિંમત 58,207 પ્રતિ કિલોગ્રામથી 3790 વધી 61,997 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1710 ડોલર પ્રતિ ઔંસ જ્યારે ચાંદી 20.99 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહી હતી. પરંતુ આજે કોમેડિટી માર્કેટમાં રજાને કારણે સોના અને ચાંદીના સત્તાવાર રેટ નક્કી થઈ શક્યા નથી. 

શું છે આજનો રેટ
જો આજની વાત કરીએ તો ગુડરિટર્ન્સ વેબસાઇટ અનુસાર 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત આજે 47350 રૂપિયા છે, જે એક દિવસ પહેલા 47850 રૂપિયા હતી. બીજી તરફ 8 ગ્રામ 22 કેરેટ સોનું આ સમયે 400 રૂપિયાના વધારા સાથે 37880 રૂપિયામાં મળી રહ્યું છે. 24 કેરેટ સોનાની કિંમતમાં પાછલા દિવસની તુલનામાં તેજી જોવા મળી. 24 કેરેટના 10 ગ્રામ સોનાની કિંમત 51660 અને 10 ગ્રામની કિંમત 413228 રૂપિયા છે. કાલના મુકાબલે તેમાં ક્રમશઃ 550 અને 440 રૂપિયાની તેજી આવી છે. 

કઈ રીતે નક્કી થાય છે સોના-ચાંદીનો ભાવ
તમને જણાવી દઈએ કે સોના અને ચાંદીની આ કિંમત જીએસટી, ટીસીએસ અને અન્ય ચાર્જ વગરની હોય છે. ચોક્કસ ભાવ માટે તમારે સોનીને ત્યાં જવું પડશે. જો અમેરિકી ડોલરના મુકાબલે રૂપિયો નીચે આવે છે તો ભારતમાં સોનું મોંઘુ થાય છે. આંતરરાષ્ટ્રીય કારણોમાં અસ્થિર નીતિઓ, ધીમી આર્થિક વૃદ્ધિ અને અમેરિકી ડોલરની મજબૂતી સામેલ છે. 

મુખ્ય શહેરોમાં સોના અને ચાંદીની કિંમત
- દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 47500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- બેંગલુરૂમાં તે 47400 અને ચેન્નઈમાં તે 47750 અને હૈદરાબાદ, કોલકત્તા અને મુંબઈનો રેટ 47350 રૂપિયા છે. 
- દિલ્હી, કોલકત્તા અને મુંબઈમાં ચાંદીની કિંમત 618 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે બેંગલુરૂ, ચેન્નઈ અને હૈદરાબાદમાં 10 ગ્રામ ચાંદીનો રેટ 667 રૂપિયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news