Dividend Stock: આ કંપનીએ કરી 100% ડિવિડેન્ડની જાહેરાત, ઈન્વેસ્ટરોને થશે ફાયદો, જાણો રેકોર્ડ ડેટ

Dividend Stock: મલ્ટીબેગર સ્ટોક 28 માર્ચે 4.76 ટકાના વધારા સાથે 874.60 રૂપિયાના સ્તર પર બંધ થયો હતો. કંપનીના શેરમાં ત્રણ વર્ષમાં 1240 ટકા જેટલી તેજી આવી છે.

Dividend Stock: આ કંપનીએ કરી 100% ડિવિડેન્ડની જાહેરાત, ઈન્વેસ્ટરોને થશે ફાયદો, જાણો રેકોર્ડ ડેટ

Dividend Stock: આયરન એન્ડ સ્ટીલ પ્રોડક્ટ્સ કંપની ગુડલક ઈન્ડિયા લિમિટેડે શનિવાર (30 માર્ચ) ઈન્વેસ્ટરોને મોટી ભેટ આપી છે. સ્ટોક એક્સચેન્જને આપેલી જાણકારી પ્રમાણે કંપનીની આજે (30 માર્ચ) બોર્ડ બેઠક યોજાઈ હતી. મલ્ટીબેગર સ્ટોક 28 માર્ચે 4.76 ટકા વધી 874.60 રૂપિયાના સ્તર પર બંધ થયો હતો. નોંધનીય છે કે આ કંપનીના શેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં 1240 ટકા જેટલી તેજી આવી છે.

Goodluck India Dividend
સ્ટોક એક્સચેન્જ BSE ની વેબસાઇટ પર ઉપલબ્ધ જાણકારી પ્રમાણે ગુડલક ઈન્ડિયાના બોર્ડે શેરધારકોને 100 ટકા બીજા વચગાળાના ડિવિડેન્ડને મંજૂરી આપી છે. કંપની નાણાકીય વર્ષ 2023-24 માટે 2 રૂપિયાની ફેસ વેલ્યૂ પર 2 રૂપિયા પ્રતિ શેર ડિવિડેન્ડ આપશે.

ગુડલક ઈન્ડિયાએ બીજા વચગાળાના ડિવિડેન્ડ માટે (Goodluck India Dividend Record Date)તારીક નક્કી કરી છે. કંપનીએ બીજા વચગાળાના ડિવિડેન્ડ માટે રેકોર્ડ ડેટ 12 એપ્રિલ 2024 નક્કી કરી છે. બીજા વચગાળાના ડિવિડેન્ડની ચુકવણી 20 એપ્રિલ 2024ના કરવામાં આવશે.

Goodluck India Share Price History
શેરનો 52 વીક હાઈ 1168.80 અને લો 365.60 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ 2778.95 કરોડ રૂપિયા છે. એક સપ્તાહમાં શેર છ ટકા અને 2 સપ્તાહમાં ત્રણ ટકા વધ્યો છે. પરંતુ 1 મહિનામાં તે 9 ટકા અને આ વર્ષે અત્યાર સુધી 13 ટકા તૂટી ચૂક્યો છે. 6 મહિનામાં સ્ટોકમાં 43 ટકા અને 1 વર્ષમાં 105 ટકાની તેજી આવી છે. 2 વર્ષમાં 206 ટકા અને 3 વર્ષમાં 1240 ટકાનું બમ્પર રિટર્ન આપ્યું છે.

(ડિસ્ક્લેમરઃ આ સ્ટોકમાં રોકાણની સલાહ નથી. માત્ર ડિવિડેન્ડની જાણકારી આપવામાં આવી છે. રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news