સુકન્યા અથવા પીપીએફ નહીં, આ યોજનામાં મળશે સૌથી વધુ વ્યાજ, જુઓ કેટલી થશે કમાણી
આજકાલ ઈન્વેસ્ટમેન્ટ માટે ઘણી બધી સ્કીમ ચાલતી હોય છે. ઘણા લોકો સરકારી બચત યોજના સુકન્યા અને પીપીએફમાં પણ રોકાણ કરતા હોય છે. પરંતુ આ સિવાય અન્ય યોજના છે જ્યાં લોકોને સૌથી વધુ વ્યાજ મળી રહ્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ સરકારે શુક્રવારે જાન્યુઆરીથી માર્ચ સુધીના ત્રણ માસમાં પબ્લિક પ્રોવિડેંટ ફંડ અને બીજી કેટલીક યોજનાઓ છોડીને તમામ સ્મૉલ સેવિંગના વ્યાજ દર વધારીને નવા વર્ષની ભેટ આપી છે. સરકાર અનુસાર તમામ સ્કીમાં 20થી 110 બેસિક પોઈન્ટ્સનો વધારો કરવામાં આવ્યો છે. સ્મૉલ સેવિંગના વ્યાજદરોમાં પ્રત્યેક ત્રિાસિકમાં વધારો કરવામાં આવે છે. કોવિડ દરમિયાન અનેક ત્રિમાસીકમાં વ્યાજ દરમાં વધારો જોવા નહોતો મળ્યો. ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રણ માસમાં કેટલીક યોજનાઓના વ્યાજ દરોમાં વધારો કરવામાં આવ્યો હતો.
કઈ સ્કિમમાં કેટલો વધારો?
1. પોસ્ટ ઓફિસની 1-3 વર્ષની એફડી અને 5 વર્ષના રિકરિગ ડિપોઝીટ સહિત તમામ સ્મોલ સ્કિમ સરકાર દ્વારા મેનેજ સેવિંગ ઈન્સ્ટ્રૂમેન્ટ છે. જે નાગરિકોને નિયમિત રૂપથી બચત કરવા માટે પ્રોત્સાહિત કરે છે.
2. તેમા રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર અને કિસાન વિકાસ પત્ર અને વરિષ્ઠ નાગરિક બચત યોજના જેવા બચત પ્રમાણપત્ર સામેલ છે.
3. મામલાના વિભાગ દ્વારા જાહેર કરેલા ઑફિસ મેમોરેન્ડમમાં જણાવવામાં આવ્યું છે કે 1 જાન્યુઆરી 2023થી શરૂ થનારી 2022-23ની ચોથી ત્રિમાસીક માટે વિવિધ લઘુ બચત યોજનાઓ વ્યાજ દરોમાં સંશોધન કરવામાં આવ્યું છે.
4. ત્રિમાસીક માટે નેશનલ સેવિંગ સર્ટીફિકેટના દર હવે 6.8 ટકાથી વધારીને 7 ટકા કરવામાં આવ્યો છે. તેનો મતલબ એ થાય કે તેમા 0.20 ટકા વધારો કરવામાં આવ્યો છે.
5. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ અને 5 વર્ષની ટાઈમ ડિપોઝીટને 5.5 ટકા, 5.7 ટકા, 5.8 ટકા અને 6.7 ટકાથી વધારીને 6.6 ટકા, 6.8 ટકા, 6.9 ટકા, અને 7 ટકા કરવામાં આવ્યો.
6. 5 વર્ષની રિકરીંગ ડિપોઝીટ અને સેવિંગ ડિપોઝીટના વ્યાજ દર 5.8 ટકા અને 4 ટકા પર કોઈ બદલાવ નથી કરવામાં આવ્યો.
7. સિનિયર સિટિઝન સેવિંગ સ્કીમનો દર 1 જાન્યુઆરીથી 8 ટકા થશે. જ્યારે હાલમાં 7.6 ટકા છે.
8. કિસાન વિકાસ પત્રિકા 120 મહિનાની પરિપક્વતા સાથે 7.2 ટકા વ્યાજ મેળવશે, જે અગાઉ 123 મહિનાની મુદત સાથે 7 ટકાના વ્યાજ દર હતો.
9. બીજી તરફ, PPF 7.10 ટકા અને સુકન્યા સમૃદ્ધિ ખાતુ 7.6 ટકાના વ્યાજ દરમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે