માત્ર 1 લાખ રૂપિયામાં મળશે આ જબરદસ્ત ઈલેક્ટ્રિક કાર? એકવાર ચાર્જ થાય તો 192 કિમી દોડશે
ધીરે ધીરે ઈલેક્ટ્રિક કારોનો જમાનો આવી રહ્યો છે. પરંતુ તેમાં સમસ્યા એ છે કે તે મોંઘી હોય છે. પરંતુ હવે લોકો માટે આ સમસ્યાનું પણ સમાધાન નીકળી રહ્યું છે. કારણ કે લાખ રૂપિયામાં તમને આ ઈલેક્ટ્રિક કાર મળી શકે છે.
Trending Photos
ભારતમાં અનેક એવી ઈલેક્ટ્રિક કારો છે જે બજેટ રેન્જમાં ઉપલબ્ધ છે. જો કે હવે દેશમાં જલદી સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર Ligier Mini EV લોન્ચ થઈ શકે છે. દાવો છે કે આ ઈલેક્ટ્રિક કારની કિંમત માત્ર એક લાખ રૂપિયા હોઈ શકે છે. આ વાતમાં કેટલી સચ્ચાઈ છે તે તો કારના લોન્ચિંગ બાદ સામે આવશે. હાલ તો આ કારની લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે.
આટલી રેન્જ કરશે ઓફર
મળતી માહિતી મુજબ આ ઈલેક્ટ્રિક કાર 63 કિમીથી લઈને 192 કિલોમીટર સુધીની રેન્જ સિંગલ ચાર્જિંગમાં આપી શકે છે. રિપોર્ટ્સ મુજબ ભારતમાં આ કારની કિંમત એક લાખ રૂપિયા હોવાનો દાવો થઈ રહ્યો છે. જે લોકો સસ્તી ઈલેક્ટ્રિક કારની શોધમાં છે તેમના માટે આ ધાંસૂ ઈલેક્ટ્રિક કાર એક તગડો ઓપ્શન હોઈ શકે છે.
બેટરી ડિટેલ્સ
મળતી માહિતી મુજબ Ligier Mini EV માં G.OOD, I.DEAL, E.PIC અને R.EBEL જેવા 4 વેરિએન્ટ્સમાં લોન્ચ થઈ શકે છે. આ વેરિએન્ટ્સ પ્રમાણે બેટરી પેકના પણ ઓપ્શન મળશે જેમાં 4.14 kWh, 8.2 kWh અને 12.42 kWh સહિત 3 બેટરી પેક વિકલ્પ મળી શકે છે.
Ligier Mini EVની ડિઝાઈનની વાત કરીએ તો તે ઘણી નાની હશે, સાઈઝમાં નાની હોવાના કારણે તેમાં સીટિંગ કેપેસિટી વધુ નહીં હોય. આમ છતાં તેમાં ગ્રાહકોને લંબાઈ 2958 મિમી, પહોળાઈ 1499 મિમી અને ઊંચાઈ 1541 મિમીનો ડાઈમેન્શન મળી શકે છે. યુરોપિયન મોડલ પર આધારિત આ ઈલેક્ટ્રિક કારમાં ફક્ત બે દરવાજા હશે. તેમાં 12થી 13 ઈંચના પૈડા હોઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે