દેશની 4 મોટી બેન્કનો PNBમાં થઈ શકે છે વિલય, કઈ બેન્કમાં છે તમારૂ એકાઉન્ટ
છેતરપિંડીનો શિકાર પંજાબ નેશનલ બેન્કમાં સુધારનો એજન્ડા લાગૂ કરવાના મામલામાં જાહેર ક્ષેત્રોની બેન્કમાં સૌથી આગળ રહ્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ છેતરપિંડીનો શિકાર પંબાજ નેશનલ બેન્ક (PNB) સુધાર એજન્ડા લાગૂ કરવાના મામલામાં જાહેર ક્ષેત્રની બેન્કો સૌથી આગળ ચાલી રહી છે. ત્યારબાદ બેન્ક ઓફ બરોડા અને ભારતીય સ્ટેટ બેન્કનું સ્થાન રહ્યું છે. નાણાપ્રધાન અરૂણ જેટલી પ્રમાણે સરકાર બેન્કોનું પ્રદર્શન સુધારવા માટે સરકારી બેન્કોના વિલયના પ્રસ્તાવને આગળ વધારશે. દેશમાં રાષ્ટ્રીયકૃત બેન્કોની સંખ્યામાં કમી આવશે અને પ્રદર્શન પણ સુધરશે.
હવે પીએનબીનો વારો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર જાન્યુઆરીમાં કેન્દ્રીય કેબિનેટે વિજયા બેન્ક અને દેના બેન્કને BoBના વિલયને મંજૂરી આપી હતી. સૂત્રોનું માનીએ તો આગામી વિલય પંજાબ નેશનલ બેન્કની સાથે થઈ શકે છે. દાવો છે કે પીએનબીમાં ઓબીસી, અલ્હાબાદ બેન્ક, કોર્પોરેશન બેન્ક, ઈન્ડિયન બેન્કનો વિલય થઈ શકે છે. પરંતુ તેમાં 3 બેન્કોના વિલયની સંભાવના છે.
બેન્કને મજબૂત કરવાનો પ્રયત્ન
બેન્કોને એનપીએમાંથી બહાર લાવવા અને મજબૂત અર્થવ્યવસ્થા માટે સરકારી બેન્કોનો વિલય જરૂરી છે. સરકાર સિવાય ઘણી બ્રોકરેજ ફર્મ પણ બેન્કોના વિલય પર ભાર આપી ચુકી છે. પહેલા એસબીઆઈની સાથે છ બેન્કોનો વિલય થયો અને હવે બેન્ક ઓફ બરોડા, વિજયા બેન્ક અને દેના બેન્કની સાથે વિલયને મંજૂરી આપવામાં આવી હતી. તેનાથી સાફ છે કે સરકાર ખાનગી બેન્કોના વધતા વ્યાપારની સાથે જાહેર ક્ષેત્રોની બેન્કોને મજબૂતી આપવા ઈચ્છે છે.
બે ચરણમાં થશે વિલય
માનવામાં આવી રહ્યું છે કે, બેન્કોનો વિલય બે ચરણોમાં કરવામાં આવશે. પહેલા ચરણમાં તેની સંખ્યા 21થી ઘટાડીને 12 હોઈ શકે છે. તો બીજા ચરણમાં સરકાર બેન્કોની સંખ્યા ઘટાડીને 6 પર લાવી શકે છે. તમને જણાવી દઈએ કે સરકારનો લક્ષ્ય સરકારી બેન્કોને એકબીજા સાથે વિલય કરીને દેશમાં 5-6 બેન્ક બનાવવાનો છે.
છ બેન્કોનો થઈ ગયો છે વિલય
5 સહયોગી બેન્કો અને ભારતીય મહિલા બેન્કનો વિલય ભારતીય સ્ટેટ બેન્કમાં 1 એપ્રિલ 2017ના થયો હતો. આ વિલય બાદ એસબીઆઈ વિશ્વની 50 મોટી બેન્કોની યાદીમાં સામેલ થઈ ગઈ છે. નાણામંત્રાલય હવે આ વિલયના મોડલને અન્ય જાહેર ક્ષેત્રની બેન્કો પર પણ લાગૂ કરવા માંગે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે