ગુજરાતની દિગ્ગજ કંપની લાવી રહી છે IPO, ઈસરોથી લઈને ટાટા સુધી છે તેના કસ્ટમર
શેર બજારમાં એક બાદ એક કંપનીઓના આઈપીઓ આવી રહ્યાં છે. અનેક કંપનીઓના આઈપીઓ ઈન્વેસ્ટરોને મોટી કમાણી કરાવી રહ્યાં છે. હવે રાજકોટ સ્થિત જ્યોતિ સીએનસીએ આઈપીઓ માટે સેબીમાં દસ્તાવેજ જમા કરાવ્યાં છે.
Trending Photos
રાજકોટઃ Jyoti CNC Automation IPO: ગુજરાતની કંપની જ્યોતિ સીએનસી ઓટોમેશન લિમિટેડે ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ) લાવવાની તૈયારી સરૂ કરી છે. તે માટે કંપનીએ મૂડી બજાર નિયમનકાર સેબીની પાસે અરજી કરી છે. આઈપીઓમાં સંપૂર્ણ રીતે ફ્રેશ શેર હશે અને ઓફર ફોર સેલ (ઓએફએસ) ની રજૂઆત નથી. કંપનીનો આઈપીઓ 1000 કરોડનો હોઈ શકે છે.
કંપની IPO પહેલા રૂ. 200 કરોડના ઇક્વિટી શેરનું પ્રાઇવેટ પ્લેસમેન્ટ કરી શકે છે. જો આમ થશે તો IPOનું કદ ઘટી જશે. IPOમાંથી મળેલી રકમનો ઉપયોગ દેવું ચૂકવવા, કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને ભંડોળ પૂરું પાડવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. જ્યોતિ CNC એ કોમ્પ્યુટરાઈઝડ ન્યુમેરિકલ કંટ્રોલ (CNC) મશીનોની ઉત્પાદક છે.
કોણ છે તેના કસ્ટમર
તેના ગ્રાહકોમાં ઈસરો, બ્રહ્મોસ એયરોસ્પેસ તિરૂવનંતપુરમ લિમિટેડ, ટર્કિશ એયરોસ્પેસ, યુનિપાર્ટ્સ ઈન્ડિયા લિમિટેડ, ટાટા ગ્રુપની કંપની ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિેડ અને બોશ લિમિટેડ સામેલ છે. આ આઈપીઓના મર્ચેંટ બેન્કર- ઈક્વિરસ કેપિટલ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ છે.
નોંધનીય છે કે ત્રણ મેન્યુફેક્ચરિંગ ફેસલિટીઝની સાથે જ્યોતિ સીએનસીની પાસે 30 જૂન, 2023 સુધી 3,143.06 કરોડ રૂપિયાની ઓર્ડર બુક હતી. તેમાંથી બે ગુજરાત અને એક ફ્રાન્સમાં છે. કંપની નાણાકીય વર્ષ 2023માં નફામાં આવી ગઈ અને પાછલા વર્ષે 48.3 કરોડ રૂપિયાની ખોટના મુકાબલે 15.06 કરોડનો પ્રોફિટ કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે