રેલવે વધુ એક હોઇટેક-હાઇસ્પીડ ટ્રેનની તૈયારીમાં, યાત્રી 2020માં કરી શકશે મુસાફરી
ભારતીય રેલવે વર્ષ 2020માં સેમી હાઇસ્પીડ ટ્રેન લાવવાની તૈયારી કરી રહ્યું છે. રેલવેની તૈયારી છે કે વર્ષ 2020માં એક વિશ્વ સ્તરની ટ્રેનને દેશમાં દોડાવવામાં આવે અને આ ટ્રેનનું નામ હાલમાં ટ્રન-20 રાખવામાં આવ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતીય રેલવે વર્ષ 2020માં સેમી હાઇસ્પીડ ટ્રેન લાવવાની તૈયારી કરી રહ્યું છે. રેલવેની તૈયારી છે કે વર્ષ 2020માં એક વિશ્વ સ્તરની ટ્રેનને દેશમાં દોડાવવામાં આવે અને આ ટ્રેનનું નામ હાલમાં ટ્રન-20 રાખવામાં આવ્યું છે. આ ટ્રેન ખૂબ જ ખાસ હશે અને ટ્રેન-18 કરતા વધુ સારી હશે. રેલવે ટ્રેન-20ને રાજધાની એક્સપ્રેસ ટ્રેની જગ્યાએ દોડાવવા માંગે છે. આ ટ્રનની પ્રોટોટાઇપ 2020માં તૈયાર થયા તેવી સંભાવનાઓ છે. માટે આ ટ્રેનનું નામ ટ્રેન-20 રાખવામાં આવ્યું છે.
200 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પર દોડશે આ ટ્રેન
ટ્રેન 20 દેશમાં સૌથી ફાસ્ટ દોડવાવાડી ટ્રેન હશે. આ ટ્રેન 160થી 200 કિ.મી પ્રતિ કલાકની સ્પીડથી દાડશે. અત્યાર સુધી દેશમાં સૌથી ફાસ્ટ દોડતી ટ્રેન ગતિમાન એક્સપ્રેસ છે જે દિલ્હીથી આગ્રા વચ્ચે દોડે છે. આ ટ્રેન તેની યાત્રા દરમિયાન કેટલાક ભાગમાં 160 કિ.મી. પ્રતિ કલાકની સ્પીડ પર દોડતી જોવા મળશે. રેલવે વર્ષના અંત સુધીમાં ટ્રેન-18 સેટ લાવવાની છે. આ ટ્રેન 160 કિ.મી પ્રતિ કલાકની સ્પીડ પર દોડશે. આ ટ્રેનમાં ટ્રેન-18ની જેમ જ એન્જિન લગાડવું પડશે નહી. આ ટ્રેનમાં જ આગળના અને પાછળના ભાગમાં એન્ડિન આવેલું હશે.
વાંચવા માટે ક્લિક કરો: Facebookના CEOને હેકરે આપી ધમકી, કહ્યું આજે ડિલીટ થઇ જશે એકાઉન્ટ!
સૌથી હલ્કી હશે બોડી
ટ્રેન-20ની ગતી વધારવા માટે આ ટ્રેનની બોડી ખૂબ જ મજબૂત એલ્યૂમીનિયમથી બનાવવામાં આવશે. તેવામાં આ ટ્રેનની બોડી ખુબ જ હલ્કી હશે. ત્યારે એલ્યૂમીનિયમ બોડીના કારણે આ ટ્રેનનું મેન્ટેનેશન સરળ બનશે. ટ્રેન હલ્કી હોવાના કારણે આ ટ્રેનની સ્પીડ વધારવામાં પણ મદદ મળશે. આ ટ્રેનના ડબ્બામાં બેસવા માટે ચેર કાર અને ઉંધવા માટે બર્થ પર હશે.
વાંચવા માટે ક્લિક કરો: એક WhatsApp મેસેજની તાકાત તો જુઓ, કંપનીની વેલ્યૂ 71% ડાઉન કરી નાંખી
ભારતમાં બનશે આ ટ્રેન
ભારતીય રેલવે ટ્રેન-20ને બનાવવા માટે વિશ્વની સૌથી આધુનિક ટેકનોલોજીનો પ્રયોગ કરશે. તેના માટે ઘણા દેશોની કંપનીઓની મદદ લેવામાં આવી શકે છે. પરંતુ આ ટ્રેનને દેશમાં ચલાવવા માટે રેલવેનું ચેન્નાઇ સ્થિત ઇન્ટીગ્રલ કોટ ફેક્ટ્રીમાં બનાવવામાં આવશે.
વાંચવા માટે ક્લિક કરો: ભારતમાં આ રાશિના લોકો પાસે છે સૌથી વધારે રૂપિયા, તમારી રાશિ શું છે?
સારું હશે ઇન્ટિરિયર
રેલવેના વરિષ્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર ટ્રેન-18માં આવતા યાત્રીઓની પ્રતિક્રિયાના આધારે ટ્રેન-20માં વિશ્વ સ્તરીય ઇન્ટિરિયરનો ઉપયોગ કરવામાં આવશે. આ ટ્રેન આરામદાયક યાત્રા માટે ઘણી સારી હશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે