Share Market: ભારતીય શેર બજાર કડડભૂસ.... બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં જબરદસ્ત કડાકો

Share Market:  ભારતીય શેરબજાર આજે મોટા કડાકા સાથે ખુલ્યા છે. સીરિયા પર અમેરિકાના હુમલાથી દુનિયાભરના બજારો હચમચી ગયા છે. ભારતીય શેરબજારો ઉપર પણ તેની અસર જોવા મળી છે.

Share Market: ભારતીય શેર બજાર કડડભૂસ.... બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં જબરદસ્ત કડાકો

Share Market: ભારતીય શેરબજાર આજે મોટા કડાકા સાથે ખુલ્યા છે. સીરિયા પર અમેરિકાના હુમલાથી દુનિયાભરના બજારો હચમચી ગયા છે. ભારતીય શેરબજારો ઉપર પણ તેની અસર જોવા મળી છે. સેન્સેક્સ લગભગ 900 અંક નીચે ખુલ્યો છે. નિફ્ટીમાં પણ 200 અંકથી વધુનો કડાકો છે. જો કે આ કમજોરીના સંકેત SGX Niftyએ પહેલા જ આપ્યા હતા. 

સેન્સેક્સ હાલ 800 અંકના ઘટાડા સાથે 50200 પર બનેલો છે. પરંતુ ખુલતાની સાથે જ 50 હજારથી નીચે જતો રહ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ અત્રે જણાવવાનું કે અમેરિકાએ સિરિયા પર એર સ્ટ્રાઈક કરી છે. ઈરાન સમર્થિત આતંકી સંગઠન પર અમેરિકાએ આ હુમલો કર્યો છે. આ સ્ટ્રાઈક સિરિયા અને ઈરાકની બોર્ડર પર થઈ છે. 

બેંકિંગ, ઓટો, આઈટી અને રિયલ એસ્ટેટના શેરોમા દબાણ જોવા મળી રહ્યું છે. મેટલ ઈન્ડેક્સ જે શરૂઆતમાં લાલ નિશાનમાં ખુલ્યું હતું તેમાં હવે રિકવરી જોવા મળી રહી છે. ફાર્મામાં પણ રિકવરી છે. આ ઘટાડામાં સૌથી વધુ હાથ HDFC બેન્ક, ICICI બેન્ક અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરોનો છે. 

સેન્સેકસના 30 શેરોમાંથી 8 શેર જ લાલ નિશાન સાથે વેપાર કરી રહ્યા છે. બાકીના 22 શેરો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. 

નિફ્ટીમાં ઘટાડાવાળા શેર
ઈન્ડસઈન્ડ બેન્ક, ICICI બેન્ક, HDFC બેન્ક, એક્સિસ બેન્ક, બજાજ ફિનસર્વ, ગેઈલ, કોટક મહિન્દ્રા બેન્ક, એસબીઆઈ, બજાજ ફાઈનાન્સ

નિફ્ટીમાં ચઢાણવાળા શેર
મારુતિ, ડો.રેડ્ડીઝ, સનફાર્મા, ભારતીય એરટેલ, ડિવિઝ લેબ, એનટીપીસી, સિપ્લા, એચયુએલ, કોલ ઈન્ડિયા, અલ્ટ્રાટેક સિમેન્ટ, એસબીઆઈ લાઈફ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news