2 મિનિટમાં તૈયાર થનાર મેગી આજથી 2 રૂપિયા મોંઘી મળશે, કંપનીએ ભાવ વધારાનું કારણ જણાવ્યું
મોંઘવારીનો તડકો હવે તમારી મેગેને પણ લાગી ગયો છે. તેને બનાવનાર કંપની નેસ્લે ઇન્ડીયાએ મેગીના નાના પેકેટની કિંમત 12 રૂપિયાથી વધારીને 14 રૂપિયા કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હિંદુસ્તાન યૂનીલિવર (HUL) અને નેસ્લેએ ચા, કોફી, અને દૂધના ભાવમાં 14 માર્ચથી વધારો કરી દીધો છે.
Trending Photos
નવી દિલ્હી: મોંઘવારીનો તડકો હવે તમારી મેગેને પણ લાગી ગયો છે. તેને બનાવનાર કંપની નેસ્લે ઇન્ડીયાએ મેગીના નાના પેકેટની કિંમત 12 રૂપિયાથી વધારીને 14 રૂપિયા કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હિંદુસ્તાન યૂનીલિવર (HUL) અને નેસ્લેએ ચા, કોફી, અને દૂધના ભાવમાં 14 માર્ચથી વધારો કરી દીધો છે. હિંદુસ્તાન યૂનીલિવરે કહ્યું કે ખર્ચ વધવાથી આ વસ્તુઓના ભાવ વધી ગયા છે.
મેગીના અલગ-અલગ પેકીંગ 9 થી 16% ટકા મોંઘા
નેસ્લે ઇન્ડીયાએ જાહેરાત કરી કે 9 થી 16% ટકા વધી ગયા છે. નેસ્લે ઇન્ડીયાએ મિલ્ક અને કોફી પાવડરના ભાવ પણ વધારી દીધા છે. ભાવ વધ્યા બાદ હવે 70 ગ્રામ મેગીના એક પેકેટ માટે 12 રૂપિયાના બદલે 14 રૂપિયા ચૂકવવા પડશે. તો બીજી તરફ 140 ગ્રામવાળા મેગી મસાલા નૂડલ્સની કિંઅમ્ત 3 રૂપિયા એટલે 12.5 ટકા વધી ગઇ છે. જ્યારે હવે મેગીના 560 ગ્રામવાળા પેક માટે 96 રૂપિયાના બદલે 105 રૂપિયા ચૂકવવા પડશે. આ મુજબ તેના ભાવ 9.4 ટકા વધી ગયા છે.
કેટલી મોંઘી થઇ ચા-કોફી
હિંદુસ્તાન યૂનીલિવરએ Bru કોફીના ભાવ 3-7 ટકા સુધી વધાર્યા છે.
તો બીજી તરફ બ્રૂ ગોલ્ડ કોફી જારની કિંમત પણ 3-4% સુધી વધી ગઇ છે.
ઇંસ્ટેંટ કોફી પાઉચના ભાવ 3% થી લઇને 6.66% ટકા વધી ગયા છે.
તાજમહલ ચાની કિંમત 3.7% થી લઇને 5.8% ટકા વધી ગઇ છે.
બ્રૂક બોન્ડ વેરિએન્ટની અલગ-અલગ ચાની કિંમત 1.5% થી માંડીને 14% વધી ગઇ છે.
મિલ્ક પાઉડર પણ થયો મોંઘો
નેસ્લેએ એક લીટરવાળા A+ મિલ્કની કિંમત વધારી દીધી છે. આ પહેલાં તેના માટે 75 રૂપિયાના બદલે હવે 78 રૂપિયા આપવા પડશે. નેસ્કૈપે ક્લાસિક કોફી પાઉડરના ભાવ 3-7% સુધી વધી ગયા છે. તો બીજી તરફ 25 ગ્રામવાળા નેસ્કૈફેનું પેક હવે 2.5% મોંઘું થયું છે. તેના માતે 78 રૂપિયાના બદલે 80 રૂપિયા ચૂકવવા પડશે. આ સાથે 50 ગ્રામ નેસ્કૈફે ક્લાસિક માટે 145 રૂપિયાના બદલે 150 રૂપિયા ચૂકવવા પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે