August મહિનામાં તમારી જિંદગીમાં આવશે ધરખમ ફેરફાર!, ATM, પગાર-પેન્શન, EMI સંલગ્ન નિયમો બદલાશે
ઓગસ્ટ મહિનો અનેક ફેરફાર લઈને આવવાનો છે. તેમાં કેટલાક ફેરફાર સામાન્ય જનતા માટે તકલીફો વધારી શકે છે.
Trending Photos
Changes From August: ઓગસ્ટ મહિનો અનેક ફેરફાર લઈને આવવાનો છે. તેમાં કેટલાક ફેરફાર સામાન્ય જનતા માટે તકલીફો વધારી શકે છે. જેમ કે ATM થી કેશ કાઢવું મોંઘુ પડશે, રિઝર્વ બેન્કની પોલીસી પણ આ મહિનાના પહેલા અઠવાડિયામાં આવશે. એલપીજીના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે. તો આવો જાણીએ આ ફેરફારો વિશે...
1 ઓગસ્ટથી ATM લેવડ દેવડ મોંઘી થશે
ભારતીય રિઝર્વ બેંકના આદેશ બાદ પહેલી ઓગસ્ટથી બેંક એટીએમ પર ઈન્ટરચેન્જ ચાર્જમાં 2 રૂપિયાનો વધારો કરી શકશે. જૂનમાં રિઝર્વ બેંકે ઈન્ટરચેન્જ ચાર્જ દરેક નાણાકીય લેવડદેવડ માટે 15 રૂપિયાથી વધારીને 17 રૂપિયા અને બિનનાણાકીય લેવડદેવડ માટે 5 રૂપિયાથી વધારીને 6 રૂપિયા કરવાની મંજૂરી આપી હતી. ઈન્ટરચેન્જ ફી બેંકો તરફથી કે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ તરફથી પેમેન્ટ પ્રોસેસ કરનારા મર્ચન્ટથી લેવાતી રકમ છે. નવા નિયમો મુજબ ગ્રાહક પોતાની બેંકના એટીએમથી દર મહિને પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકશે. ગ્રાહક બીજી બેંકના એટીએમનો ઉપયોગ કરે તો તેને મેટ્રો સિટીમાં 3 અને નોન મેટ્રો સિટીમાં પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શન મળી શકશે.
ICICI બેંકની આ બેંકિંગ સેવાઓ મોંઘી થશે
દેશની મોટી ખાનગી બેંક ICICI બેંકે એટીએમ ટ્રાન્ઝેક્શન અને ચેકબુકને લઈને નિયમોમાં ફેરફાર કર્યા છે. જે 1 ઓગસ્ટથી લાગૂ થશે. રેગ્યુલર સેવિંગ એકાઉન્ટ માટે ICICI બેંક દ ર મહિને 4 કેશ ટ્રાન્ઝેક્શન ફ્રી આપે છે. ફ્રી લિમિટ બાદ દરેક ટ્રાન્ઝેક્શન પર 150 રૂપિયા આપવા પડશે. વેલ્યુ લિમિટ (જમા+ઉપાડ) માં હોમ બ્રાન્ચ અને નોન હોમ બ્રાન્ચ બંને જ ટ્રાન્ઝેક્શન સામેલ છે.
ICICI બેંકની એક વર્ષમાં 25 પાનાની ચેકબુક માટે કોઈ ફી લાગશે નહીં પરંતુ ત્યારબાદ 10 પાનાની ચેકબુક માટે 20 રૂપિયા આપવા પડશે.
સેલરી, પેન્શન, EMI સંલગ્ન નિયમો બદલાશે
RBI એ National Automated Clearing House (NACH) ના નિયમોમાં ફેરફાર કર્યો છે. આ ફેરફાર હેઠળ હવે તમારે તમારી સેલરી માટે કે પેન્શન માટે શનિવાર અને રવિવાર એટલે કે વીકેન્ડ વીતે તેની રાહ જોવી પડશે નહીં. આ સેવાઓ તમને સમગ્ર અઠવાડિયા દરમિયાન મળશે. આ નવા નિયમ 1 ઓગસ્ટ 2021થી લાગૂ થઈ જશે. RBI ગવર્નર શક્તિકાંતા દાસે ગત મહિને જૂનની ક્રેડિટ પોલીસી રિવ્યૂ દરમિયાન જાહેરાત કરી હતી કે ગ્રાહકોની સુવિધાઓ વધારવા માટે અને 24x7 વર્તમાન રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS)નો લાભ ઉઠાવવા માટે, NACH જે હાલ બેંકોમાં વર્કિંગ ડેઝમાં ઉપલબ્ધ છે, તે અઠવાડિયાના બધા દિવસ લાગૂ કરવાનો પ્રસ્તાવ અપાયો છે, જે 1 ઓગસ્ટ 2021થી પ્રભાવી થશે.
LPG સિલિન્ડરના ભાવ વધી શકે છે
1 ઓગસ્ટથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થશે. દર મહિનાની પહેલી તારીખી ઘરેલુ રસોઈ ગેસ અને કમર્શિયલ સિલિન્ડરના નવા ભાવ નક્કી થાય છે. 1 જુલાઈના રોજ એલપીજી સિલિન્ડરના ભાવમાં 25.50 રૂપિયાનો વધારો થયો હતો. આ વધારા બાદ દિલ્હીમાં 14.2 કિલોગ્રામ વાળા સિલિન્ડરનો ભાવ 809 રૂપિયાની જગ્યાએ 834.50 રૂપિયા થયો. તે પહેલા 1 મેના રોજ ગેસ કંપનીઓએ LPG Gas Cylinderના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નહતો. તે અગાઉ 1 એપ્રિલના રોજ સિલિન્ડરના ભાવમાં 10 રૂપિયા ઘટાડો થયો હતો. જ્યારે ફેબ્રુઆરી અને માર્ચમાં ભાવ વધ્યા હતા.
ફોર્મ 15CA/15CB ની ડેડલાઈન ખતમ થશે
આવકવેરા વિભાગે ટેક્સપેયર્સને રાહત આપવા માટે ફોર્મ 15CA/15CBને મેન્યુઅલ ફોર્મેટમાં સબમિટ કરવા માટે ડેડલાઈન વધારી હતી. જેની ડેડલાઈન 15 ઓગસ્ટે ખતમ થઈ રહી છે. પહેલા આ ડેડલાઈન 30 જૂન 2021 ની હતી. ત્યારબાદ 15 જુલાઈ સુધી આગળ વધારાઈ. ટેક્સપેયર્સે આ બંને ફોર્મ્સને મેન્યુઅલ ફોર્મેટમાં ઓથોરાઈઝ્ડ ડીલર્સ પાસે 15 ઓગસ્ટ 2021 સુધી જમા કરાવવાના રહેશે.
RBI ની ક્રેડિટ પોલીસી આવશે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ઓગસ્ટમાં પોતાની ક્રેડિટ પોલીસીની જાહેરાત કરશે. મોનિટરી પોલીસી કમિટી વ્યાજ દરોમાં ફેરફાર પર નિર્ણય લેશે. MPC ની આ બેઠક 4-6 ઓગસ્ટ વચ્ચે થશે. 6 ઓગસ્ટે પોલીસીની જાહેરાત થશે. MPC ની બેઠક વર્ષમાં 6 વાર થાય છે. ગત વર્ષે જૂનમાં થઈ હતી. જેમાં વ્યાજદરોમાં કોઈ ફેરફાર કરાયો નહતો.
Honda કારોમાં ભાવ વધારશે
હોન્ડા કાર્સ ઈન્ડિયા એકવાર ફરીથી પોતાની કારોમાં ભાવ વધારો ઝીંકશે. જાપાનની આ દિગ્ગજ કાર કંપની ઓગસ્ટમાં પોતાની ગાડીઓ મોંઘી કરશે. જો કે કિંમતમાં કેટલો વધારો કરશે તેની હજુ કોઈ જાણકારી અપાઈ નથી. પરંતુ વધેલી કિંમતો અલગ અલગ મોડલ અને વેરિઅન્ટ્સ પ્રમાણે નક્કી કરાશે. પીટીઆઈના રિપોર્ટ મુજબ ગાડીઓનો ઉત્પાદન ખર્ચ વધવાના કારણે હોન્ડા કાર્સ કિંમતો વધારી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે