Gold Loan આપતી કંપનીના ચેરમેન MG George Muthoot નું છત પરથી પડી જતા મોત નિપજ્યું, પોલીસે શું કહ્યું ખાસ જાણો

ગોલ્ડના બદલે લોન આપનારી કંપની મુથૂટ ગ્રુપના ચેરમેન એમજી જ્યોર્જ મુથૂટ (MG George Muthoot) નું શુક્રવારે રાતે છત પરથી પડી જવાથી નિધન થયું. તેઓ દિલ્હીના ઈસ્ટ ઓફ કૈલાશ વિસ્તારમાં રહેતા હતા. 

Gold Loan આપતી કંપનીના ચેરમેન MG George Muthoot નું છત પરથી પડી જતા મોત નિપજ્યું, પોલીસે શું કહ્યું ખાસ જાણો

નવી દિલ્હી: ગોલ્ડ (Gold) ના બદલે લોન (Loan) આપનારી કંપની મુથૂટ ગ્રુપના ચેરમેન એમજી જ્યોર્જ મુથૂટ (MG George Muthoot) નું શુક્રવારે રાતે છત પરથી પડી જવાથી નિધન થયું. તેઓ દિલ્હીના ઈસ્ટ ઓફ કૈલાશ વિસ્તારમાં રહેતા હતા. 

શુક્રવારે રાતે ઘરના ધાબેથી પડી ગયા
પોલીસના જણાવ્યાં મુજબ 71 વર્ષના એમજી જ્યોર્જ મુથૂટ (MG George Muthoot)  હાલ બીમાર હતા. તેઓ શુક્રવારે રાતે લગભગ 9 વાગે પોતાના ઘરની છતથી પડી ગયા. તેમને રાતે જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં તેમનું મોત થયું. કોઈ આશંકાને ધ્યાનમાં રાખીને તેમના મૃતદેહનું શનિવારે પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું. જેમાં મોત સામાન્ય ગણાવાયું. 

કોઈ પણ પ્રકારનું ષડયંત્રની શંકા નથી-પોલીસ
ડીસીપી (દક્ષિણ પૂર્વ દિલ્હી) આર પી મીણાએ કહ્યું કે આ કેસની તપાસ કરતા નિવેદનો લેવાયા. સીસીટીવી કેમેરા પણ ચેક કરવામાં આવ્યા. તેમને ફોર્ટિસ એસ્કોર્ટ હોસ્પિટલ લઈ જવાયા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું. શનિવારે એમ્સમાં તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. કોઈ પણ પ્રકારના ષડયંત્રની આશંકા નથી. પૂછપરછ ચાલુ છે. તેમણે કહ્યું કે એમજી જ્યોર્જ મુથૂટની કંપનીનું હેડક્વાર્ટર ભલે કોચ્ચીમાં હોય પરંતુ તેઓ લાંબા સમયથી દિલ્હીમાં રહેતા હતા. 

દેશની સૌથી મોટી ગોલ્ડ લોન કંપની છે મુથૂટ
અત્રે જણાવવાનું કે મુથૂટ ફાઈનાન્સ દેશની સૌથી મોટી ગોલ્ડ લોનની નોન બેન્કિંગ નાણાકીય કંપની(NBFC) છે. તેઓ પોતાના પરિવારના ત્રીજી પેઢીના સદસ્ય હતા. તેમણે કંપનીનું ચેરમેન પદ સંભાળ્યું. તેઓ Orthodox Church ના ટ્રસ્ટી પણ હતા. તેમના નેતૃત્વમાં કંપનીએ દુનિયાભરમાં 5 હજારથી વધુ શાખાઓમાં બિઝનેસ આગળ વધાર્યો. (એજન્સીના આઉટપુટ સાથે) 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news