મુકેશ અંબાણી હવે ધડાધડ આપશે લોન! કંપનીના નવા પ્લાનથી બેંકો થર થર કાંપવા લાગી

 મુકેશ અંબાણીની કંપની જિયો ફાઈનાન્શિયલ સર્વિસિસ તરફથી નવી સુવિધા શરૂ કરવા માટે પ્લાન થઈ રહ્યું છે. કંપી તરફથી કરાયેલી જાહેરાત મુજબ જિયો ફાઈનાન્શિયલ સર્વિસિસ NBFC જિયો ફાઈનાન્સ લિમિટેડે કહ્યું કે તેઓ હોમ લોન સર્વિસિસ શરૂ કરવાના અંતિમ તબક્કામાં છે.

મુકેશ અંબાણી હવે ધડાધડ આપશે લોન! કંપનીના નવા પ્લાનથી બેંકો થર થર કાંપવા લાગી

Jio Financial Services: મુકેશ અંબાણીની કંપની જિયો ફાઈનાન્શિયલ સર્વિસિસ તરફથી નવી સુવિધા શરૂ કરવા માટે પ્લાન થઈ રહ્યું છે. કંપી તરફથી કરાયેલી જાહેરાત મુજબ જિયો ફાઈનાન્શિયલ સર્વિસિસ NBFC જિયો ફાઈનાન્સ લિમિટેડે કહ્યું કે તેઓ હોમ લોન સર્વિસિસ શરૂ કરવાના અંતિમ તબક્કામાં છે. તેનું બીટા ટેસ્ટિંગ શરૂ થઈ ગયું છે. આ ઉપરાંત કંપની સંપત્તિ પર લોન અને સિક્યુરિટીઝ પર  લોન જેવી અન્ય પ્રોડક્ટ પણ રજૂ કરવા જઈ રહી છે. 

બીટા ટેસ્ટિંગ તરીકે શરૂ કરાઈ સુવિધા
પહેલી એજીએમમાં શેર હોલ્ડર્સને સંબોધિત કરતા કંપનીના એમડી અને સીઈઓ હિમેશ શેઠિયાએ કહ્યું કે, અમે લોનની સુવિધા શરૂ કરવાની પ્રક્રિયાના અંતિમ તબક્કામાં છીએ જેને પરીક્ષણ તરીકે શરૂ કરાઈ છે. સંપત્તિ પર લોન અને સિક્યુરિટીઝ પર લોન જેવી અન્ય પ્રોડક્ટ્સ પણ પ્રોસેસમાં છે. તેમણે કહ્યું કે જિયો ફાઈનાન્સ લિમિટેડે પહેલા જ બજારમાં સપ્લાય ચેન ફાઈનાન્સિંગ (supply chain financing), મ્યુચ્યુઅલ ફંડ પર લોન અને સાધનસામગ્રીના ભંડોળ માટે સાહસિક ઉકેલો જેવા સલામત લોન પ્રોડક્ટ્સ રજૂ કર્યા છે.

ક્યાં પહોંચ્યા કંપનીના શેર?
જિયો ફાઈનાન્સ સર્વિસિસના શેર શુક્રવારે બંધ થયેલા કારોબારી સપ્તાહમાં તૂટીને 321.75 રૂપિયા પર બંધ થયા. એપ્રિલ 2024માં શેર 394.70 રૂપિયાના ઓલટાઈમ હાઈને ટચ કરી ચૂક્યો છે. શેરનો ઓલ ટાઈમ હાઈ લો 204.65 રૂપિયા છે. કંપનીને ગત દિવસોમાં ભારતીય રિઝર્વ બેંક તરફથી પ્રમુખ રોકાણ કંપની (CEC) તરીકે કામગીરીની મંજૂરી મળી ગઈ છે. કંપનીએ એક વર્ષ પહેલાના સમાન ત્રિમાસિકમાં 332 કરોડ રૂપિયાનો પ્રોફીટ નોંધાવ્યો હતો. 

અત્રે જણાવવાનું કે વાર્ષિક બેઠક પહેલા જિયો ફાઈનાન્શિયલ સર્વિસિસે જિયો પેમેન્ટ્સના 6.8 કરોડ ઈક્વિટી શેરની ખરીદી કરી હતી. ત્યારબાદ ભાગીદારી વધીને 82.17% થઈ ગઈ છે. જિયો ફાઈનાન્શિયલ તરફથી 10 રૂપિયા પ્રતિ શેરની ફેસ વેલ્યુ પર આ શેરોની ખરીદી કરાઈ છે. તેનાથી કુલ 68 કરોડ રૂપિયાનું કેશ ઈન્વેસ્ટમેન્ટ થયું છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news